<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 3400 રૂપિયા બોલાયો : જાણો 16 યાર્ડના ભાવ

ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 257.67 ટન લીંબુની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન લીંબુની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 16 માર્કેટ યાર્ડમાં કુલ 257.67 ટન લીંબુની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લીંબુનો સૌથી ઉંચો ભાવ(મણમાં) રાજકોટ માર્કેટ યાર્ડમા 3400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં લીંબુનો નીચો ભાવ 1800 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય મોરબીમાં 3 હજાર રૂ., અમદાવાદમાં 2600 રૂ., દામનગરમાં 2400 રૂ., મહેસાણામાં 2200 રૂ., ડીસામાં 2150 રૂ., વઢવાણમાં 2100 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો. કિલો લેખે જોઇએ તો રાજ્યના વિવિધ યાર્ડમાં 1 કિલો લીંબુનો ભાવ 90 રૂ.થી 170 રૂ. સુધી બોલાયો છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 257.67 ટન લીંબુની આવક થઇ છે.

જિલ્લોઆવક(ટનમાં)સુરત95અમદાવાદ64.5રાજકોટ34.56બનાસકાંઠા26ભાવનગર25.8મોરબી3આણંદ2.6મહેસાણા1.7પોરબંદર1.6સુરેન્દ્રનગર1વડોદરા1ભાવનગર0.88અમરેલી0.03કુલ આવક257.67

કયા માર્કેટ યાર્ડમાં લીંબુનો શું ભાવ રહ્યો?

માર્કેટ યાર્ડનીચો ભાવઉંચો ભાવરાજકોટ18003400મોરબી20003000પોરબંદર24003000અમદાવાદ16002600ગોંડલ10002600દામનગર19702400પાદરા15002400મહેસાણા16002200ડીસા18002150વઢવાણ20002100આણંદ18002000પાલીતાણા16002000નવસારી15001800સુરત6001800

(1:02 AM IST)