<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

અમદાવાદમાં ઘુસણખોરો માટે હબ ચંડોળા તળાવ વિસ્તારમાંથી છેલ્લા છ વર્ષમાં 251 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા

છેલ્લા 14 વર્ષમાં અંગાજે 1.4 લાખ સ્ક્વેર મીટર જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ ઉભુ કર્યું

અમદાવાદના ચંડોળા તવાળ વિસ્તાર બાંગ્લાદેશી ઘુસણખોરો માટે હબ બની ગયું છે. છેલ્લા છ વર્ષની વાત કરવામાં આવે તો, અહીંથી 251 બાંગ્લાદેશી નાગરિકો પકડાયા છે. જેમાં વર્ષ 2019માં 76, 2020માં 17, 2021માં 20, 2022માં 23, 2023માં 40 અને 2024માં અત્યાર સુધીમાં 72 બાંગ્લાદેશી લોકો ઝડપી પાડવામાં આવ્યા છે.

ચંડોળા તળાવ વિસ્તારમાં બાંગ્લાદેશીઓએ ગેરકાયદેસર કબજો કરી ઝૂપડપટ્ટીની વસાહત ઉભી કરી હતી. છેલ્લા 14 વર્ષમાં અંગાજે 1.4 લાખ સ્ક્વેર મીટર જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ ઉભુ કર્યું હતું. સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા આ દબાણ દૂર કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અત્યારે AMC અને શહેર પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા મેગા ડિમોલિશન ઓપરેશન હેઠળ આ વિસ્તારમાંથી ગેરકાયદેસર વસાહતો જમીન દોસ્ત કરવામાં આવી રહી છે. સુરક્ષાને ધ્યાને રાખીને 2 હજારથી વધુ હથિયારબંધ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ચંડોળા તળાવ નજીક મોટાપાયે બુલડોઝર થકી બાંગ્લાદેશી ઘુસણખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(1:47 PM IST)