તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
સુરતમાં પાસાનો સેન્સેક્સ ૧૦૦૦ પાર : ૧૬થી સંતોષ નહીં, વધુ ૩૫ પિંજરે...PI આર.એસ સુવેરા
કાશ્મીર ખીણની બર્બરતાભરી ઘટનાઃ ભૂતકાળમાં થયેલ બોમ્બ ધડાકા વિગેરેના અભ્યાસ પછી અનુપમસિંહ ગેહલોતે અપરાધીઓ સામે તમામ મોરચે લડવા ફૂલપ્રૂફ રણનીતિ ઘડી છે..અકિલા સાથે PCB પીઆઇની વાતચીત. :૧૦ વર્ષથી વધુ સમયથી વોન્ટેડ ૩૦ આરોપી અમારી વેષ પલ્ટો કરી, દિવસો સુધી રાત દિવસ એક કરી પકડી લાવી છે...

રાજકોટ તા. સુરતના પોલીસ કમિશનર તરીકે ચાર્જ સંભાળતા સાથે જ ટૂંક સમયમાં ૧ પત્રકાર સહિત ૧૦૦૦ લોકોને પાસના પિંજરે પુરાયા પછી તાજેતરના ૧૬ લોકો સામે પાસાની કાર્યવાહી કર્યા પછી અમે પ્રવર્તમાન પરિસ્થિતિ અર્થાત્ કાશ્મીર ખીણની ઘટના પછી કેટલાક તત્વોની દુશ્મન દેશના સ્લીપર સેલ એકયા બીજી રીતે ઇન ડાયરેક્ટ તેમની મદદ મેળવે તેવી ભીતિ આધારે પ્રજાને વિવિધ રીતે પીડાતા છેલ્લા ૧૦ દિવસમા ૩૫ લોકોને પાસા હેઠળ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની રણનીતિ મુજબ ધકેલી દીધા હોવાનું સુરત PCB પીઆઇ આર. એસ. સુવેરા દ્વારા અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે.
પીઆઇ આર. એસ. સુવેરાએ વિશેષમાં જણાવેલ કે, પોલીસ કમિશનરશ્રી દ્વારા સુરત શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત વખતે એ વિસ્તારના નાગરિકો સાથે ચર્ચા કરી તેમને વિશ્વાસમાં લે છે. આથી આવા વિસ્તારના દરેકની કર્મ કુંડળી મળી જાય છે, PCB મારફત આવા અપરાધીઓની સામેથી વિગત મેળવી આપી તેમની વિરુદ્ધ પાસા, તડીપાર, ગુજસીટોક જેવી કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં આ ૩૫ પહેલા ૧૬ આરોપીઓ પાસાના પિંજરે પુરાયા છે. તેઓએ વિશેષમા જણાવેલ કે અમારી ટીમે તાજેતરમાં ૧૬ વર્ષથી વધુ સમય થયા ફરાર સહિત ૧૦ વર્ષથી વધુ સમયથી ફરાર ૩૦ આરોપી પોલીસ કમિશનરના રીઢા અપરાધીઓ વિરૂદ્ધ જંગ અભિયાન અંતર્ગત ઝડપ્યા છે.(૨૩.૧૭)
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
