તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
પહેલગામમાં થયેલ આતંકી હુમલા પછી પોલીસે બાંગ્લાદેશી વસાહતો માટે કુખ્યાત 1200 હેક્ટરમાં ફેલાયેલ અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમા ગેરકાયદેસર બાંધકામ તોડવા ઓપરેશન : રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દોડી ગયા
અહીંથી ભૂતિયા કંપનીઓ બનાવી તેના મારફતે હવાલાના પૈસાઓ પણ મોકલવામાં આવતા હોવાનું સામે આવ્યું છે, પોલીસના ડરથી બાંગ્લાદેશીઓ પોતાનો ધંધો વ્યવસાય અને ઘર છોડી ચાલ્યા ગયા

અમદાવાદ તા.૨૯ : અમદાવાદના શાહઆલમ નજીક આવેલો ચંડોળા તળાવ વિસ્તાર લાંબા સમયથી ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાહતો માટે કુખ્યાત રહ્યો છે. આ વિસ્તાર, જે 1200 હેક્ટરમાં ફેલાયેલો છે, અપરાધી પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર દબાણોનું કેન્દ્ર બની ગયો છે. પહેલગામમાં થયેલ આતંકી હુમલા પછી પોલીસે આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકોની શોધખોળ શરૂ કરી તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીના ભાગરૂપે પોલીસ કમિશનર જી.એસ. મલિક, ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાન સહિત ઉચ્ચ અધિકારીઓએ ચંડોળા તળાવ વિસ્તારની તપાસ માટે મુલાકાત લીધી.
વિકાસ સહાય ઘટનાસ્થળે પહોંચ્યા
પોલીસ કમિશનર જીએસ મલિક ચંડોળા તળાવ ખાતે પહોંચ્યા છે. ત્યારબાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ ચંડોળા તળાવ ખાતે પહોંચ્યા છે. લલ્લા બિહારીનું ગેરકાયદેસર બાંધકામ જ્યાં તોડવામાં આવ્યું છે, ત્યાં ડીજીપી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે.
પોલીસના ભયથી લોકો ચાલ્યા ગયા
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અહીંથી દેશવિરોધી પ્રવૃત્તિ પણ થઈ રહી છે જેને લઈને પોલીસ દ્વારા અનેક વખત ગુપ્ત ઓપરેશન પણ કરવામાં આવ્યા છે. અહીંથી ભૂતિયા કંપનીઓ બનાવી તેના મારફતે હવાલાના પૈસાઓ પણ મોકલવામાં આવતા હોવાનું સામે આવ્યું છે, હાલમાં ચાલી રહેલી કાર્યવાહીમાં તો ખુદ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ચંડોળા તળાવ પહોંચ્યા હતા, ત્યારે અહીંથી મોટાભાગના લોકો પોલીસના ડરથી પોતાનો ધંધો વ્યવસાય અને ઘર છોડી ચાલ્યા ગયા હોવાનું પણ સામે આવ્યું હતું.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
