તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
૩ વર્ષમાં અમદાવાદમાં ૭૦ લાખથી વધારે વૃક્ષોનું વાવેતર

ગાંધીનગરઃ અમદાવાદમાં ૭૦ લાખથી વધુ વૃક્ષોના ૩ વર્ષમાં થયેલા વાવેતરથી સાબરમતી રીવરફ્રન્ટના સફળ વિકાસ અને કાંકરીયા જેવા તળાવોના પુનઃસ્થાપનથી જળ સંરક્ષણ, સંગ્રહ અને ગ્રીન કલરમાં ઘણો વધારો થયો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના લોકપ્રીય કાર્યક્રમ ‘‘મન કી બાત''ના ર૭ એપ્રીલના એપીસોડમાં અમદાવાદના ઉત્કૃષ્ટ પ્રયાસોની પ્રસંશા કરી હતી. તેમણે એ વાત પર પણ પ્રકાશ પાડયો હતો કે ગ્લોબલ વોર્મીગ સામેની લડાઇમાં અમદાવાદ એક અગ્રણી શહેર તરીકે ઉભરી આવ્યું છે, તેના કારણે વૃક્ષારોપણમાં વધારો થયો છે અને જળ સંગ્રહ ક્ષમતા પણ વધી છે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
