News of Tuesday, 29th April 2025
અટલ ભૂજળ યોજનાથી ભુગર્ભજળમાં નોંધપાત્ર વધારો
૬ જીલ્લાના ૩૬ તાલુકામાં ભુગર્ભજળ સ્તર ઉંચુ લાવવામાં ગુજરાતને મળી સફળતા

ગાંધીનગરઃ પ્રતિબધ્ધ નેતૃત્વ અને સમુદાયની સહભાગીતાની શકિતને રેખાંકીત કરતી એક નોંધપાત્ર સિધ્ધીમાં ગુજરાતે પસંદગીના છ જીલ્લાઓના ૩૬ તાલુકાઓમાં કેટલાક વિસ્તારમાં ભુગર્ભજળના સ્તરને ૪ મીટર અને તેનાથ વધારે ઉંચુ લાવવામાં સફળતા મેળવી છે. આ નોંધપાત્ર સિધ્ધી મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઇ પટેલના સતત માર્ગદર્શન અને અટલ ભુજળ યોજનાના સમર્પીત અમલીકરણથી મળી છે, જે એક ફલેગશીપ ભુગર્ભજળ વ્યવસ્થાપન પહેલ છે.
વિગતો શેર કરતા જળ સંશોધન મંત્રી કુંવરજી બાવળીયાએ ભારપુર્વક જણાવ્યું હતું કે આ સફળતા ભુગર્ભ જળ સંશોધનની દેખરેખ અને વ્યવસ્થાપનના સંકલીત પ્રયાસોનું પ્રત્યક્ષ પરીણામ છે. બનાંસકાંઠા, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, પાટણ અને સાંબરકાંઠા જીલ્લાઓના ભુગર્ભ જળના સ્તર અને ગુણવતામાં ફેરફારના મુલ્યાંકન પર ૩૦૬૦ સ્ટેશનો દ્વારા નિયમીત દેખરેખ રાખવામાં આવી રહી છે. ૪૪૧ મોનીટરીંગ સ્ટેશનોના ડેટાના ઉંડાણ પુર્વકના વિશ્લેષણ પછી અટલ ભુજળ યોજનાની માર્ગદર્શીકાને અનુસરીને નોંધપાત્ર અસરકારક સુધારાઓ જાહેર કરે છે.
બાવળીયાએ જણાવ્યું કે, આમાંથી ૧૯પ સ્ટેશનોએ ર૦૧પ અને ર૦ર૩ની વચ્ચે નોંધાયેલ સરેરાશ જળ સ્તરની સરખામણીમાં ર૦ર૪ પ્રિમોન્સુન અને પોસ્ટ મોન્સુન વોટર લેવલનું ઉંચુ પ્રમાણ દર્શાવ્યું હતું. ૬૦ સ્ટેશનોએ ચોમાસા પહેલાની સીઝન દરમ્યાન ૪ મીટરથી વધારેનો વધારો દર્શાવ્યો હતો. જયારે અન્ય કેટલાક સ્ટેશનોમાં ર થી ૪ મીટર વચ્ચો વધારો જોવા મળ્યો હતો.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
