<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

આતંકવાદીઓ દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી તે તમામ લોકોને સુરતમા આજે ભગવાન પરશુરામના જન્મોત્સવમા શ્રદ્ધાંજલિ અર્પણ

શ્રી સમસ્ત ગુજરાત બ્રમ્હ સમાજ સુરત દ્વારા એક ભવ્ય વૈદિક પૂજા કરવામાં આવી , સાથે સાથે સેવાકીય કાર્ય માટે વિના મુલ્યે મેડીકલ કેમ્પ યોજાયો

સુરત તા.૨૯ :આજે ભગવાન પરશુરામનો જન્મોત્સવ છે ત્યારે સુરત શહેરમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ સુરત દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાજલી પણ અર્પણ કરવામાં આવી હતી. 

આજે ભગવાન પરશુરામનો જન્મોત્સવ છે ત્યારે સુરત શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરતના અડાજણ સ્થિત પરશુરામ ગાર્ડન ખાતે ભગવાન પરશુરામની પ્રતિમાને શાસ્ત્રો વિધિ યુક્ત અભિષેક કરી પૂજા કરાઈ હતી. શ્રી સમસ્ત ગુજરાત બ્રાહ્મણ સમાજ સુરત દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિના મુલ્યે મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી પણ ઉપસ્થીત રહ્યા હતા. 

 શ્રી સમસ્ત ગુજરાત બ્રમ્હ સમાજ સુરત પ્રમુખ જયદીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજે ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિતે શ્રી સમસ્ત ગુજરાત બ્રમ્હ સમાજ સુરત દ્વારા એક ભવ્ય વૈદિક પૂજા કરવામાં આવી હતી અને સાથે સાથે સેવાકીય કાર્ય માટે વિના મુલ્યે મેડીકલ કેમ્પ પણ રાખ્યો હતો. સાથે સાથે કાશ્મીરમાં જે ઘટના બની તેમાં આપણા સનાતની ભાઈઓ જે શહીદ થયા જેઓને આતંકવાદીઓ દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવી તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. આજરોજ આ કાર્યક્રમમાં સુરત શહેરના વિવિધ બ્રહ્મ સમાજના લોકો જોડાયા હતા. 500થી વધુ લોકોએ આ સેવા પૂજામાં ભાગ લીધો હતો. 

સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યક્ક્ષાના મહામંત્રી ગીરીશભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આજે ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિતે અડાજણ પરશુરામ ગાર્ડન ખાતે ભગવાનની પૂજા અર્ચના રાખવામાં આવી હતી. આમ તો પરંપરાગત રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી. પરંતુ પહેલગામમાં જે આતંકવાદી ઘટના બની અને તે ઘટનાએ સમગ્ર વિશ્વને અને ભારતને એટલા બધા ખતરનાક મોડ પર લાવી દીધો છે. આ આતંકવાદી ઘટનાથી 26 નિર્દોષ લોકોના જીવ ગયા તેના માટે અહીયા શ્રધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સુરત પ્રથમ નાગરિક એવા મેયર, કોર્પોરેટર વિગેરેઓએ અહિયાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બહોળી સંખ્યામાં બ્રાહ્મણો અને સનાતનીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:38 PM IST)