તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
મહેસાણાના ખેરાલુ તાલુકાના વાવડી ગામ નજીકથી દારુ ભરેલી કાર પકડાઈ : કારમાંથી 65 પેટી દારુની હેરાફેરી કરતા નબીરાને સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી પાડ્યો
હેરાફેરી કરતા યુવક અને ગાડીમાં રહેલો 65 પેટી દારુ અને ક્રેટા ગાડી સહિત અંદાજીત 10 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો

મહેસાણા તા.૨૯ : ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે પણ ઠેરઠેર ગેરકાયદેસર રીતે દેશી-વિદેશી દારૂ મળતો હોવાનું અનેકવાર સામે આવ્યું છે. તેમજ દેશભરમાં ડ્રગ્સનું વેચાણ અને સેવન બંને ગુનાહિત કૃત્ય છે છતાં આ દૈત્ય પણ વિકરાળ બની રહ્યો છે. ત્યારે મહેસાણાના ખેરાલુ તાલુકાના વાવડી ગામ નજીકથી દારુ ભરેલી કાર પકડાઈ છે.
મળતી માહિતી મુજબ, મહેસાણાના ખેરાલુ તાલુકાના વાવડી ગામ નજીકથી દારુ ભરેલી કાર પકડાઈ છે. સ્ટેટ મોનીટરીંગ સેલએ કારમાંથી 65 પેટી દારુ ઝડપ્યો છે. એસએમસીએ બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને બાતમીના આધારે જ આ દારુની હેરાફેરી કરતા નબીરાને સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી પાડ્યો છે.
ક્રેટા ગાડીમાં કરાતી હતી દારુની હેરાફેરી
એસ એમ સીને બાતમી મળી હતી કે ખેરાલુના વાવડી ગામ નજીક ક્રેટા ગાડીમાં દારુની હેરાફેરી થાય છે. ત્યાર બાદ એસ એમ સીએ બાતમીના આધારે વોચ ગોઠવીને ગાડી નંબર GJ 27 DM 3245નો વડગામ તરફથી વાવડી રોડ પર પીછો કરી દારુની હેરાફેરી કરતા યુવક અને ગાડીમાં રહેલો 65 પેટી દારુ અને ક્રેટા ગાડી ઝડપી પાડી છે. કારની સાથે અંદાજીત 10 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
અગાઉ અમીરગઢમાં ઝડપાયેલા કરોડાના દારુ પર પોલીસે ફેરવ્યું હતું બુલડોઝર
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર રાજ્યના વિવિધ વિસ્તારમાંથી દારૂ ઝડપાવાની ઘટના બને છે. દારૂ ઝડપાવાના દરેક કેસમાં બુલટેગર અલગ પ્રકારની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરે છે. ક્યારેય મકાનમાં ભોંયરામાંથી દારૂ ઝડપાઈ છે, તો ક્યારેક ટ્રકની અંદર છૂપું ખાનું બનાવીને દારૂ ઘૂસાડવાનો પ્રયાસ થાય છે. ત્યારે અમીરગઢ પોલીસે ઝડપાયેલા 2.70 કરોડાના દારુ પર બુલડોઝર ફરી વળતા દારૂની નદીઓ વહેતી થઇ હતી. સપ્ટેમ્બર 2024થી જાન્યુઆરી 2025માં પકડાયેલ 18 ગુનાના દારૂનો મામલતદાર, ASI સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં દારુનો નાશ કરવામાં આવ્યો હતો.
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
