તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટ : એક કામદારનું ઘટનાસ્થળે જ મોત: એક ગંભીર
કંપનીના ડ્રાયર પ્લાન્ટમાં બ્લાસ્ટના કારણે બ્લાસ્ટ : પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી : ઇજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડાયો

વાપી GIDCની કંપનીમાં બ્લાસ્ટને કારણે એક કામદારનું મોત નિપજ્યું છે. હાલ, ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ અંગે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વાપી GIDCમાં સોમવારે અમોલી ઓર્ગેનિક કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. આ કંપનીના ડ્રાયર પ્લાન્ટમાં બ્લાસ્ટના કારણે એક કામદારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને અન્ય એક કામદાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ઘટના બાદ મૃતકને પોસ્ટ મોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, અન્ય એક ઈજાગ્રસ્ત વ્યક્તિ હજુ સારવાર હેઠળ છે. નોંધનીય છે કે, હજુ સુધી આ મામલે બ્લાસ્ટ થયાનું કારણ કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી
(6:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
