તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
અમદાવાદ એરપોર્ટ પર સોનુ મળવાનો સિલસિલો યથાવત :જિહાદથી આવેલ મહિલા પાસેથી 37 લાખનું સોનુ ઝડપાયું
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી જિદ્દાહથી આવેલ મહિલા યાત્રી પાસેથી 24 કેરેટના 374.900 ગ્રામ વજનનો સોનાનો બાર મળ્યો

અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના કિસ્સા ઉત્તરોત્તર વધતાં જાય છે. સમયાંતરે દાણચોરીનું સોનું લઇને આવતાં મુસાફરો ઝડપાતાં જાય છે.ત્યારે વધુ એકવાર જિદ્દાહથી આવેલ મહિલા યાત્રી પાસેથી સોનું અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઝડપાયું છે. 24 કેરેટના 374.900 ગ્રામ વજનનો સોનાનો બાર મહિલા પાસેથી મળી આવ્યો છે. કસ્ટમ વિભાગે આશરે 37 લાખની કિંમતનું સોનુ જપ્ત કર્યુ છે.
થોડા દિવસ પહેલા 23 એપ્રિલના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી શારજાહથી અમદાવાદ આવેલા એક યાત્રી પાસેથી કસ્ટમ વિભાગે સોનાના કોટેડ વાયર, સોનાની વીંટી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 18 અને 24 કેરેટનું 815.600 ગ્રામ સોનુ ઝડપાયુ છે. કસ્ટમ વિભાગે જપ્ત કરેલા આ સોનાની કિંમત 65.74 લાખ રૂપિયા જેટલી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
