<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) સમી માર્કેટ યાર્ડમા 875 રૂપિયા બોલાયો: જાણો ક્યાં યાર્ડમાં ટૂકડા ઘઉંનો શું ભાવ રહ્યો?

ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 3,028.43 ટન ઘઉંની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ :આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 3,028.43 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) સમી માર્કેટ યાર્ડમા 875 રૂપિયા બોલાયો હતો. સમી યાર્ડમાં નીચો ભાવ 500 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય રાધનપુરમાં 660 રૂ., હારીજમાં 656 રૂ., સિદ્ધપુરમાં 625 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે ગોંડલમાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 651 રૂ. અને નીચો ભાવ 400 રૂપિયા બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,028.43 ટન ઘઉંની આવક થઇ છે.

(8:48 PM IST)