<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ પાટણ માર્કેટ યાર્ડમા 1604 રૂપિયા બોલાયો : જાણો 26 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતની 26 માર્કેટ યાર્ડમાં કુલ 1,237.34 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 26 માર્કેટ યાર્ડમાં કુલ 1,237.34 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ પાટણ માર્કેટ યાર્ડમા 1604 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1549 રૂ. અને નીચો ભાવ 1410 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બોટાદમાં 1588 રૂ., વિસનગરમાં 1587 રૂ., અમરેલીમાં 1561 રૂ., બાબરામાં 1560 રૂ., જસદણમાં 1555 રૂ., ભેસાણમાં 1550 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,237.34 ટન કપાસની આવક થઇ છે.

(8:55 PM IST)