<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

અમદાવાદના ચંડોળા તળાવ ફરતે મોટું ડિમોલિશન: તોડી પડાયેલા દબાણો ફરી ના થાય તેનો ઘડાયો એકશન પ્લાન

મુખ્યમંત્રી સાથે બેઠકમાં ચંડોળા તળાવ ખાતે થયેલી કાર્યવાહી મુદે વિશદ ચર્ચા: ચંડોળા તળાવને ડેવલપ કરવાને લઈ પણ વાતચીત :ચંડોળા આસપાસના ગેરકાયદે દબાણો તબક્કાવાર દૂર કરી દેવાશે

અમદાવાદ : અમદાવાદમાં બાંગ્લાદેશીઓના ગેરકાયદે રહેઠાંણ માટેનું હબ બની ગયેલા ચંડોળા તળાવની આજુબાજુમાં થયેલ ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર ચાલતું રહેશે. મુખ્યમંત્રી સાથે બેઠકમાં ચંડોળા તળાવ ખાતે થયેલી કાર્યવાહી મુદે વિશદ ચર્ચા કરવામાં આવી હતી. ચંડોળા તળાવ અને તેના નકશાની સાથે ગેરકાયદે દબાણોની વિગત મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી

   તળાવની આસપાસના અન્ય વિસ્તારના દબાણો અંગે પણ મુખ્યમંત્રીને અવગત કરાયા હતા. ચંડોળા તળાવના દુર કરાયેલા દબાણો ફરી ના થાય એ અંગેનો એકશન પ્લાન પણ રજૂ કરવામાં આવ્યો છે. ચંડોળા તળાવને ડેવલપ કરવાને લઈ પણ ચર્ચા થઈ હતી. ચંડોળા આસપાસના ગેરકાયદે દબાણો તબક્કાવાર દૂર કરી દેવાશે. ગેરકાયદેસર રહેતા લોકોના દસ્તાવેજોની તપાસ અંગે પણ ચર્ચા કરવામા આવી છે. દસ્તાવેજોમાં આધારકાર્ડ સાથે જન્મ તારીખના દાખલાની તપાસ પણ થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

(9:10 PM IST)