તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
રાજપીપળાની બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીના અંગ્રેજીના પ્રાધ્યાપિકા તૃષાલીબેન ડોડીયાને મળ્યો ગોલ્ડ મેંડલ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા ખાતે આવેલ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયના આધ્યાપિકા તરીકે પોતાની સેવા આપતા તૃષાલીબેન ડોડીયા જેમણે ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારજી યુનિવર્સિટી ખાતે યોજાયેલ પદવીદાન સમારોહમાં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલના હસ્તક એમ. એ. અંગ્રેજી વિષયમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સિદ્ધિ બદલ તેમને યુનિવર્સિટીના કુલગુરુ ડો.મધુરભાઈ પાડવી તેમજ યુનિવર્સિટીના કુલસચિવ ડો.વિજયસિંહ વાળા, પરીક્ષા નિયામક ડો. રજનીકાંત પંડ્યા, સ્કૂલ ઓફ કોમર્સ ના આચાર્ય ડો.મહેશ બારડ, સ્કૂલ ઓફ સાયન્સના આચાર્ય ડો.દિગ્વિજયસિંહ રાણા, સ્કૂલ ઓફ આર્ટસના આચાર્ય ડો.અમિતકુમાર ધોળકિયા અને તમામ શેક્ષીણક અને બિન શેક્ષણિક સ્ટાફ ગણે તૃષાલીબેનની આ સિદ્ધિ બદલ ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા.
યુનિવર્સિટી માટે આ ગૌરવની બાબત છે અને ઘણા બધા અધ્યાપકોએ પોતાના ક્ષેત્રોમાં ઘણી બધી સિદ્ધિઓ લઇ અને આ યુનિવર્સિટીની અંદર જોડાયા છે ત્યારે કુલપતિ ડો. મધુકરભાઈ પાડવીએ તમામ સ્ટાફને દરેક ક્ષેત્રમાં આવી સિદ્ધિ મેળવે તેવી શુભેચ્છાઓ આપેલી હતી.
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
