<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

લોકોની સુરક્ષા કરતા જવાનોની સુરક્ષા પર ઉઠ્યા સવાલ:એકતાનગર SRP રાજીવનના સાત માળીયા મકાનોમાંથી ૨.૧૦ લાખના રોકડ અને ઘરેણાની ચોરી

બે એસ.આર.પી.જવાનોના મકાનોના તાળા તોડી ચોરી કરનારા અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ

(ભરત શાહ દ્વારા )નર્મદા: એકતાનગર SRP રાજીવનના સાત માળીયા મકાનોમાંથી રોકડ તથા ચાંદીના ઘરેણાની ચોરી થવા બાબતે પોલીસ ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે

   મળતી માહિતી અનુસાર ધીરાભાઈ માનાભાઈ ડામોર ( રહે.-૨-/૧૦૩ SRP સાત માળીયા મકાન રાજીવન એકતાનગર તા.ગરુડેશ્વર જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ તથા કમસીંગભાઇ રાયસીંગભાઇ ભીલનાઓ ના મકાન ના તાળા તોડી ધીરુભાઈના મકાનની તિજોરીમાંથી (૧) ચાંદીની પાયલ ૧ જોડી ૧૫૦ ગ્રામની (૨) ચાંદીની પાયલ ૮૦ ગ્રામની (૩) એક ચાંદીનો કંદોરો (આંકડો) ૧૦૦ ગ્રામ (૪) ચાંદીની લકી નંગ-૨ ૮૦ ગ્રામની (૫) એક ચાંદીનુ મંગલસુત્ર ૭૦ ગ્રામ (૬) રોકડા રૂપિયા-૭૦૦૦ મળી કુલ-૫૦,૨૦૦ તેમજ સાથે ના  કમસીંગભાઇ રાયસીંગભાઇ ભીલ નાઓના રૂમમાંથી ચાંદીના કડા નંગ-૨ જે કિ.રૂ.૯૦,૦૦૦ તથા એક સોનાનો દોરો આશરે ૧ તોલા વજનના કિ.રૂ.૭૦,૦૦૦ મતા કુલ- ૧,૬૦,૦૦૦ બંનેના મળી કુલ-૨.૧૦,૨૦૦ મતાની ચોરી કરી લઇ જઇ ગુનો કરાનાર અજાણ્યા ચોર વિરુદ્ધ સલામતી પોસ્ટે માં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
   સૂત્રો નથી મળતી માહિતી મુજબ આ બ્લોકમાંથી ઘણા મકાનોના તાળા તૂટ્યા છે પરંતુ અન્ય મકાનોમાંથી કોઈ વસ્તુ ચોરી થઈ નથી, અગત્યની વાત એ છે કે જ્યાં આ એસ.આર.પી.જવાનો રહે છે તે બ્લોકમાં આગળ ગેટ સુધી અધિકારીઓ આવી ને ચાલ્યા જ્યાં છે પરંતુ પાછળ ની તરફ નો ભાગ ડુંગર નજીક આવેલો હોય અને પ્રોટેક્શન વૉલ પણ ઘણી નીચે હોવાથી આવી ચોરી ની ઘટના બને એ સ્વાભાવિક છે માટે જરૂરી કામગીરી કરાઇ તો આવી ઘટના નું પૂરનાવર્તન નહી થાય.
લોકોની સુરક્ષા કરતા એસ.આર.પી.જવાનોના પરિવારની સુરક્ષા નું શું..?
કેવડિયા ખાતે હજારો એસ.આર.પી. જવાનો પોતના પરિવાર સાથે વર્ષો થી રહે છે પરંતુ પોતાની ફરજ માટે આ જવાનો બહાર જતા હોય તેવા સમયે ત્યાં બ્લોક માં રહેતા તેમના પરિવાર ની સુરક્ષા જરૂરી છે માટે સતત ફરજ માં વ્યસ્ત રહેતા આ જવાનો ના પરિવાર ની અને તેમના બ્લોક માં મૂકેલા સામાન ની સુરક્ષા માટે યોગ્ય આયોજન જરૂરી છે


 

(11:17 PM IST)