<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

રાજપીપળામા પડી રહેલી કાળજાળ ગરમીમાં રાહત મેળવવા લોકો સ્વિમિંગનો આશરો લેતા જોવા મળ્યા

ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ઉનાળામાં સ્વિમિંગ માટે નાગરિકોને પ્રવેશ આપવામાં આવે છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:શૈક્ષણીક સત્ર પૂરું થતા ઉનાળા વેકેશનમાં અહીંના બાળકો ગરમીમાં બાહ્ય રમતો નહીં રમી  સ્વીમીંગ તરફ વળ્યા છે. જેને કારણે રાજપીપળાના તરણકુંડમાં મોટેરાથી અલીને બાળકોની ભીડ જામી રહી છે. અને બાળકોની સાથે વાલીઓ, મહિલાઓ પણ લાભ લઇ રહ્યા છે.

   ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સેવાના માધ્યમ સાથે તરણકુંડ કાર્યરત રખાયો છે. જેનું સંચાલન ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ કરે છે. રમતગમત વિભાગ દ્વારા સ્વિમિંગની તાલીમ પણ આપવામાં આવે છે. રાજપીપળા ખાતે અત્યાધુનિક અને વિશાળ તરણકુંડ બનાવવામાં આવ્યો છે. રાજપીપળા શેહરમાં એક આ સુવિધા ગ્રામજનોને મળી રહે જેના થકી રાજપીપલાના તરવૈયાઓ રાજ્ય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જાય એવા હેતુ થી આ તરણકુંડ ચલાવી રહ્યા છે જેમાં નહી નફો નહી નુકસાન અને સેવાના માધ્યમથી આજે પણ કાર્યરત રખાયો છે. 
હાલમાં તો ઉનાળામાં 42 ડીગ્રી જેટલી ગરમીમાં તરણકુંડમાં નાહવાની ખુબ મઝા માણે છે. ઉનાળામાં બાળકો અને ખેલ મહાકુંભ ના ખેલાડીઓ દ્વારા તરંડકુંડ નો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. અને રાજપીપળા ખાતે સ્વીમીંગ ની તમામ સ્ટાઈલ  શીખવાડવામાં પણ આવે છે   ઉનાળામાં નાના બાળકોનો વધુ ક્રેઝ જોવા મળે છે વડોદરા, સુરત અને બીજા અન્ય શહેરો માં થી બાળકો ખાસ સ્વીમીંગ માટે રાજપીપળા આવે છે. અને આ બાળકો મોટા થઇ સ્વિમિંગ ચેમ્પિયન બનવાના સ્વપ્ન પણ સેવે છે.


 

(11:20 PM IST)