તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 29th April 2025
વડિયા જકાતનાકા પાસે ટ્રક ચાલકે રાહદારીને અડફટમાં લઈ મોત નિપજાવી ટ્રક લઈ નાશી છૂટ્યો

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા શહેરના વડિયા જકાત નાકા પાસે એક ટ્રકએ રાહદારી વ્યક્તિને અડફટમાં લેતા મોત નીપજ્યું હતું
મળતી વિગતો અનુસાર વડીયા જકાતનાકા પાસે આવેલા યાહ મોગી પેટ્રોલ પંપ સામે રોડ ઉપર એક લીલા કલરની ટ્રક રજી નં-GJ-16-AW-8656 ના ચાલકે પોતાના કબ્જાની ટ્રક પુરઝડપે હંકારી લાવી એક અજાણ્યા પુરૂષને અડફેટે લઈ રોડની નીચે પાડી દઈ માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી સ્થળ પરથી પોતાની ટ્રક લઈ નાશી જઈ ગુન્હો કરતા રાજપીપળા પોલીસે ટ્રક ચાલકને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
