<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

હત્યાનો પ્રયાસ : મોહબી ગામમાં જમીનના ભાગ બાબતે દંપતી પર પાવડા વડે જીવલેણ હુમલો

નાના ભાઈએ જમીનના ભાગ બાબતે મોટા ભાઈ અને ભાભી પર જીવલેણ હુમલો કરતા હાલ બંને સુરત ખાતે સારવાર હેઠળ છે

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોહબી ગામમાં સગા ભાઈ એ બીજા ભાઈ અને ભાભી ઉપર જમીન માં ભાગ માટે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા કરતા ફરિયાદ નોંધાઈ છે

પ્રાપ્ત વિગતો અનુસાર ગુલીબેન વસંતભાઇ દમણીયાભાઇ વસાવા (ઉ.વ.૩૫) ( રહે.મોહબી,પટેલ ફળીયુ )નાઓ એ આપેલ ફરિયાદ માં જણાવ્યા મુજબ તેઓ તા.૨૭/૦૪/ ૨૦૨૫ ના રોજ મોહબી ખાતેના તેમના રહેણાંક ઘરના આંગણામાં હતા ત્યારે તેમના દિયર કમલેશભાઇ દમણીયાભાઇ વસાવા એ ગુલીબેન તથા પતિ વસંતભાઇ દમણીયાભાઇ વસાવા ને જમીનમા ભાગ કેમ નથી આપતા તેમ કહી ઉશ્કેરાઇ જઇ ગુલી બેન ને પાવડા વડે માથાના ભાગે તથા જમણા હાથના કાંડાના ભાગે મારી ઇજાઓ કરી તથા વસંતભાઇને માથાના ભાગે પાવડા વડે મારી નાખવાના ઇરાદે ગંભીર અને જીવલેણ ઇજાઓ કરી હોય ડેડિયાપાડા પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર વસંતભાઈ ના ભાઈ સામે ગુનો દાખલ કર્યો છે ઇજાગ્રસ્ત દંપતી હાલ સુરત સારવાર હેઠળ છે.


 

(11:25 PM IST)