<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th April 2025

નર્મદા જિલ્લામાંથી પરણિત મહિલા અને યુવતી ગુમ થતા પોલીસ તપાસ શરૂ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના નાંદોદ અને દેડિયાપાડામાંથી એક મહિલા અને એક યુવતી ગુમ થતા પરિવારે પોલીસને જાણ કરી છે

    મળતી માહિતી અનુસાર નાંદોદ તાલુકાના કમોદિયા ગામમાં રહેતા સુનિતાબેન રમેશભાઇ વસાવા (ઉ.વ.૩૫) નાઓ તા.૧૯/૦૧/૨૦૨૫ ના રોજ સવારે લગભગ ૦૪/૦૦ વાગ્યાના અરસામાં કમોદીયા ગામેથી ઘરમાં કોઈને કઈ કહ્યા વિના ક્યાંક ચાલી ગયા હોય તેમના પતિ રમેશભાઈ એ આ બાબતે રાજપીપળા પોલીસમાં જાણ કરતા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
પતિ રમેશભાઈના જણાવ્યા મુજબ ગુમ થનાર તેમના પત્ની અમારા બે સંતાનોમાં મોટી બેબી અને નાનો પુત્ર હોય કોઈને કહી કહ્યા વિના ઘરેથી ક્યાંક જતા રહ્યા છે.
    જ્યારે બીજી ઘટના ડેડીયાપાડ દેડિયાપાડા ખાતે બની જેમાં નંદીનીબેન નરેશભાઈ પારધી ઉં.વ.૨૦ વર્ષ અને ૩ મહીના (રહે.દેડીયાપાડા નવી નગરીફળીયુ તા.દેડીયાપાડા) નાઓ તા.૨૧/૦૪/૨૦૨૫ ના રોજ રાત્રીના સમયે કોઇ પણ કહી કહ્યા વગર જતા રહ્યા હોય આ બાબતે તેમના પિતા નરેશભાઇ બાબુભાઇ પારધી એ પોલીસ ને જાણ કરતા ઉપરોક્ત બંને ઘટના માં રાજપીપળા અને દેડિયાપાડા પોલીસે બંને ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.


 

(11:26 PM IST)