<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

વિસનગર અને સતલાસણાના સુદાસણા ગામ પાસે બે વાહન અકસ્માત: બે લોકોના મોત

-પોલીસે અકસ્માત સર્જી મોત નીપજાવનાર બન્ને કારના ચાલક સામે ગુનો નોંધ્યો

વિસનગરમાં વડનગર તરફ જતાં માર્ગે અને સતલાસણા તાલુકાના સુદાસણા ગામ પાસે ગત સોમવારે બે વાહન અકસ્માત થયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બે જણના મોત નીપજ્યા હતા. આ બન્ને ઘટનામાં સ્થાનિક પોલીસે અકસ્માત સર્જી મોત નીપજાવનાર કારના ચાલકો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વિસનગર તાલુકાના ભાલક ગામમાં પરિચિતના ઘરે જાતરમાં હાજરી આપવા એક્ટિવા ઉપર નીકળેલા ચમનભાઈ વિઠ્ઠલભાઈ રાવળ, સિદ્ધરાજ રાવળ તેમજ કોહડાના દિનેશભાઈ માધવલાલ પટેલના એક્ટિવ ઉપર બેસી સાંજે નીકળ્યા હતા. દરમિયાન સાંજે પોણા સાત વાગ્યાના સુમારે વિસનગરથી વડનગર તરફ જતા રોડ પર પુરઝડપે આવી રેહલી સફેદ રંગની કાર નં. GJ-08-BB-7338ના ચાલકે એક્ટિવાને ટકકર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ઈજાગ્ર્સત થયેલા એક્ટિવાચાલક દિનેશભાઈ પટેલ, ચમનભાઈ રાવળ તેમજ સિદ્ધરાજને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં એક્ટિવાચાલક દિનેશભાઈ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું.

જ્યારે સતલાસણાના સુદાસણા ગામમાં રહેતા ૩૨ વર્ષિય વનરાજસિંહ શંકરસિંહ ચાવડા ગત સોમવારે બપોરે બાઈક નં. Gj-02-EH-7796 હંકારી ગામ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન પુર ઝડપે આવી રહેલી કાર નં. GJ-09-BL-6520ના ચાલકે બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જી કાર સ્થળે મુકી ભાગી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બાઈકચાલક વનરાજસિંહ ચાવડે વધુ સારવાર અર્થે વડનગર સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા. ત્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતચ સર્જી મોત નીપજાવનાર કારચાલક વિરૂદ્ધ મૃતકના બનેવીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો.

(12:32 AM IST)