News of Wednesday, 30th April 2025
પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માએ બિલ્ડર કોન્ટ્રાક્ટર સંજય શાહને ભુજમાં ફાળવેલી જમીન ઈડીએ જપ્ત કરી
સીઆઇડી ક્રાઈમે આ કેસમાં સંજય શાહ સહિત અન્ય વ્યક્તિઓ સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માએ જાણીતા બિલ્ડર કોન્ટ્રાક્ટર સંજય શાહને ભુજમાં ફાળવેલ ૫.૯૨ કરોડ રૂ. ની જમીન ઈડી એ જપ્ત કરી છે. સીઆઇડી ક્રાઈમ બોર્ડર ઝોન દ્વારા આ કેસમાં પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અને સંજય શાહ સહિત અન્ય વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો હતો અને જેલ હવાલે કરાયા હતા. ઈડી એ આ કેસમાં મની લોન્ડરિંગ હેઠળ તપાસ હાથ ધરી કાર્યવાહી કરી છે. હાલે વડોદરા રહેતા કોન્ટ્રાક્ટર અને બિલ્ડર સંજય શાહ મૂળ ભુજના છે અને ભુજના એરપોર્ટ રોડ ઉપર તેમને ગેરરીતિ આચરી જમીન ફાળવાઈ હતી. એ અંગેનો ગુનો નોંધાયો હતો.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
