News of Wednesday, 30th April 2025
આજે ફરી સવારે ૮ વાગ્યાથી જ ડિમોલિશન કામગીરી શરૂઃ ૬૦ ટકા કામગીરી પૂર્ણ

અમદાવાદ,તા.૩૦: અમદાવાદમાં ઓપરેશન ચંડોળા તળાવ ક્લીન યથાવત્ છે. જેમાં સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી ચાલુ છે. તેમાં ગઇકાલે સવારે ૮થી સાંજે ૬ સુધી ૬૦ ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે. બાકી રહેલા ગેરકાયદેસર બાંધકામો પણ દૂર કરવામાં આવશે. ડિમોલિશનની કામગીરીને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગેરકાયદેસર બાંધકામો દૂર કરી ૧ લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.
૬૦ ટકા ડિમોલિશન કાર્યવાહી પૂર્ણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, બેઘર થયેલા લોકો માટે શેલ્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી બે દિવસ ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધીમાં ૬૦ ટકા ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. આ મામલે જે કોઈની અટકાયત કરવામાં આવી છે, તેમની પૂછપરછ કરવામાં આવશે. તેમજ બાંગ્લાદેશીઓને મદદ કરનારને પણ છોડવામાં નહીં આવે.
આ મુદ્દે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ ખાતે પોલીસ અધિકારીઓ સાથે હાઈ લેવલ બેઠક કરી હતી. જેમાં ગળહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા.
૨,૦૦૦ જેટલા ગેરકાયદે ઝૂંપડા આ મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, અહીં ૧,૫૦૦ થી ૨,૦૦૦ જેટલા ગેરકાયદે ઝૂંપડા હતા. પોલીસ તંત્ર સાથે ૭ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમો ડિમોલેશનમાં જોડાઇ છે. વર્ષો જૂના બાંધકામ હતા. તળાવમાં ગેરકાયદે બાંધકામ થયા હતા, તેને તોડવાની કામગીરી થઈ રહી છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
