News of Wednesday, 30th April 2025
ચંડોળામાં વસાહત ગેરકાયદે હોવા છતાં અમદાવાદ મનપાએ સ્ટ્રીટ લાઈટની સુવિધા કેમ આપી ? : લોકોમાં ઉઠતા સવાલ
ચંડોળા તળાવની ડિમોલિશન કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત

અમદાવાદમાં ચંડોળા તળાવની ડિમોલિશન કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત છે. બે હજારથી વધુ પોલીસ કર્મીઓની હાજરીમાં તંત્ર દ્વારા ગેરકાયદે બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. આ પહેલાં તંત્ર દ્વારા ચંડોળામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓના વીજ કનેક્શનો કાપવામાં આવ્યા હતાં.
હવે અમદાવાદ મહાનગર પાલિકાની બેવડી નીતિ સામે આવી છે. ચંડોળા તળાવમાં જ્યાં ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી છે ત્યાં એએમસીએ સ્ટ્રીટ લાઈટના કનેક્શન કાપ્યાં છે. આ વસાહત ગેરકાયદેસર છે તો ત્યાં સ્ટ્રીટ લાઈટના કનેક્શનો કેમ આપ્યા તેવા અનેક સવાલો ઉભા થયાં છે
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
