<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

નર્મદા જીલ્લા ખાતે નાલસા સંવાદ યોજના ર૦રપ અંતર્ગત કાનુની જાગૃતિ અને સશકિતકરણ શિબીરનું સફળ આયોજન

સુપ્રીમ કોર્ટના જજ બી.આર.ગવઇ સહિતના ન્‍યાયાધીશોની ઉપસ્‍થિતીઃ આદિવાસી અધિકારોના સંરક્ષણ યોજના અન્‍વયે લોકોને જાગૃત કરાયા

રાજકોટ તા.૩૦: ગુજરાત રાજ્‍ય કાનૂની સેવા પ્રાધિકરણ અને નર્મદા જિલ્લા કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા (આદિવાસી અધિકારોના સંરક્ષણ અને અમલ) યોજના, ૨૦૧૫, જે હવે પછીથી સંવાદ યોજના ૨૦૨૫ તરીકે ઓળખાય છે, તેના વિષય પર વિશાળ કાનૂની જાગળતિ અને સશક્‍તિકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

શિબિરનું અધ્‍યક્ષ સ્‍થાન ન્‍યાયમૂર્તિશ્રી બી.આર. ગવઈ, ન્‍યાયમૂર્તિ, ભારતના સુપ્રીમ કોર્ટ અને નાલસાના કાર્યકારી અધ્‍યક્ષશ્રીએ શોભાવ્‍યું હતું. આ અવસર પર માન. ન્‍યાયમૂર્તિશ્રી સુર્યકાંત,  ન્‍યાયમૂર્તિશ્રી વિક્રમ નાથ (સુપ્રીમ કોર્ટના ન્‍યાયમૂર્તિઓ),ન્‍યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ (મુખ્‍ય ન્‍યાયમૂર્તિ, ગુજરાત હાઈકોર્ટ),  ન્‍યાયમૂર્તિશ્રી બિરેન એ. વૈષ્‍ણવ, ન્‍યાયમૂર્તિ શ્રી એ.એસ. સુપેહિયા અને  ન્‍યાયમૂર્તિ શ્રી નિરલ મહેતા (ગુજરાત હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિઓ) પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

પヘમિ ઝોનના વિવિધ હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિઓ, નાલસાના સભ્‍યો, GSLSAના સભ્‍ય સચિવ શ્રી રાહુલ એ. ત્રિવેદી, નર્મદા જિલ્લા ન્‍યાયાધીશ આર.ટી. પંચાલ, ડીએલએસ સચિવ શ્રી એસ. આર. બટેરીવાલા, જિલ્લા કલેકટર  સંજય મોદી અને અન્‍ય અગ્રણીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ અવસરે સ્‍થાનિક યુવાનો દ્વારા નર્મદા જિલ્લાના વૈભવશાળી મેવાસી આદિવાસી નળત્‍યની ભાવસભર પ્રસ્‍તુતિ કરવામાં આવી હતી. GSLSA દ્વારા આદિવાસી મેવાસી વિકાસ મંડળને રૂ. ૫૧,૦૦૦/-નું સન્‍માન રૂપે ભેટ આપવામાં આવી.

શિબિરમાં આદિવાસી સમાજ માટે ચાલી રહેલી વિવિધ કલ્‍યાણકારી યોજનાઓની માહિતી સ્‍ટેકહોલ્‍ડર્સને આપવામાં આવી હતી. પોતાના પ્રવચન દરમિયાન મુખ્‍ય ન્‍યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલે નાલસાના થીમ સોંગ અને ‘‘જસ્‍ટીસ ફોર ઓલના'' મંત્ર પર ભાર મૂકયો હતો તથા આદિવાસી લોકોના હકો, ન્‍યાયવ્‍યવસ્‍થામાં લોકોના વિશ્વાસ અને ‘‘જસ્‍ટીસ એટ ડોર સ્‍ટેપ'' અંગે નોંધપાત્ર ઉલ્લેખ કર્યો હતો.

ન્‍યાયમૂર્તિ વિક્રમ નાથે ગુજરાતની સંસ્‍કળતિની પ્રશંસા કરી હતી અને આદિવાસી સમુદાય માટે સ્‍થાનિક ભાષામાં PLV મારફતે, ઑનલાઇન મોડ્‍યુલ તથા હેલ્‍પલાઈન સેવાઓ દ્વારા કાનૂની જાગળતિ લાવવાની આવશ્‍યકતા પર ભાર મૂકયો હતો.

ન્‍યાયમૂર્તિ બી.આર. ગવઈએ પોતાના ઉદ્દબોધનમાં આ આદિવાસી બાહુલ્‍ય ધરાવતા જિલ્લામાં વિશાળ કાનૂની શિબિરનું આયોજન કરવા બદલ GSLSAના અમૂલ્‍ય પ્રયત્‍નોની પ્રશંસા કરી. તેમજ મહાત્‍મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના આઝાદીની લડાઈમાં રહેલ યોગદાનનું સ્‍મરણ કર્યું અને ભારતની વિવિધતામાં એકતા વિશે વાત કરી. તેમણે નાલસાના મંત્ર અને બંધારણીય હકોની ગેરંટીનું મહત્‍વ સમજાવ્‍યું તથા લોકોમાં પોતાના હકો વિશે જાગળતિનું મહત્‍વ સ્‍પષ્ટ કર્યું. તેમણે ડો. બીઆર. આંબેડકરના સમાજિક અને આર્થિક સમાનતાના વિઝનનું પણ સ્‍મરણ કરાવ્‍યું.

કાર્યક્રમના અંતે  ન્‍યાયમૂર્તિ બી.આર. ગવઈના પાવન હસ્‍તે વિવિધ શાસકીય અને ખાનગી એજન્‍સીઓના સ્‍ટોલનું ઉદ્ધાટન કરવામાં આવ્‍યું, જે જનતાના લાભાર્થે ખુલ્‍લ્લા મુકવામાં આવ્‍યા. તેમજ જસ્‍ટિસ બિરેન વૈષ્‍ણવ તથા જસ્‍ટિસ એ એસ સુફૈયા દ્વારા પ્રાસંગિક પ્રવચન કર્યું.

આ વિશાળ કાનૂની જાગળતિ અને સશક્‍તિકરણ શિબિરે ગુજરાતના આદિવાસી સમુદાયમાં કાનૂની હકો અંગે જાગળતિ લાવવાની દિશામાં મહત્‍વપૂર્ણ પગલું ભર્યું છે.

(2:12 PM IST)