News of Wednesday, 30th April 2025
ઝઘડીયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ચૂંટણી : મોટી કંપનીના સભ્યો બિનહરીફ : સ્મોલ સ્કેલમાં હર્ષ વસોયા અને ચિરાગ પટેલની જીત
વર્ષ ૨૦૨૫-૨૮ માટેની મેનેજિંગ કમિટીની ચૂંટણીમાં મોટી કંપનીના ૮ સભ્યો બિનહરીફ ચૂંટાયા : સ્મોલ સ્કેલની બે બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં છ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો

ઝઘડિયા: ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્ષ ૨૦૨૫-૨૬ થી વર્ષ ૨૦૨૭-૨૮ સુધીના ત્રણ વર્ષ માટેની મેનેજિંગ કમિટીના સભ્યોની ચૂંટણીમાં મોટી કંપનીના પ્રતિનિધિઓની ૮ બેઠકો માટે કોઈ અન્ય ઉમેદવાર ન હોવાથી તમામ સભ્યો બિનહરીફ ચૂંટાયા હતા. જો કે, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝની ૨ સભ્યોની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું. આ બેઠકો માટે કુલ ૬ ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી ગ્રીન લીફ પિગ્મેન્ટના હર્ષ વસોયા અને હીર કેમીકલ ઇન્ડસ્ટ્રીઝના ચિરાગ પટેલે જંગી મતોથી વિજય મેળવ્યો હતો.
ઝઘડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ૧૦ સભ્યોની મેનેજિંગ કમિટીમાં મોટી કંપનીના ૮ સભ્યો બિનહરીફ રહ્યા હતા, જ્યારે નાની કંપનીના ૨ સભ્યો માટે ૬ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કુલ ૨૦૫ મત પડ્યા હતા, જેમાં હર્ષ વસોયાને ૧૫૯ મત અને ચિરાગ પટેલને ૧૨૯ મત મળ્યા હતા. આ બંને ઉમેદવારોએ નોંધપાત્ર સંખ્યામાં મત મેળવીને ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. આ પરિણામો ઝઘડિયાના ઉદ્યોગ જગતમાં ચર્ચાનો વિષય બન્યા છે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
