News of Wednesday, 30th April 2025
જ્યાંથી અલકાયદાના સહયોગી અને 4 બાંગ્લાદેશી પકડાયા છે, જ્યાં સૌથી વધુ ડ્રગ્સ પકડાયું ત્યાં ડિમોલિશન કરાયુ 1-1 ઈંચ જગ્યા અમે ખાલી કરાવીશું : હર્ષ સંઘવી
માનવતાને ધ્યાને રાખીને કામ કરવામાં આવશે મહત્વનું છ, ડિમોલિશનની કામગીરી કરાતા સવા લાખ ચો.મીટર જગ્યા ખાલી થઈ છે : ગૃહરાજ્યમંત્રીનુ નિવેદન

અમદાવાદ તા.૩૦
29 એપ્રિલ, 2025 અને મંગળવારનો દિવસ અમદાવાદના ચંડોળા તળાવ પાસે ગેરકાયદેસર રહેતા લોકો માટે અમંગળ સાબિત થયો. વાસ્તવમાં અહીં તંત્ર દ્વારા 2000થી વધુ પોલીસકર્મીઓના કાફલા સાથે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી. જેનુ સીધુ મોનિટરિંગ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. આ તરફ હવે મેગા ડિમોલિશનની કામગીરી પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, અલકાયદાના સહયોગી અને 4 બાંગ્લાદેશી પકડાયા ત્યાં ડિમોલિશનની કાર્યવાહી કરાઇ છે. આ સાથે સંઘવીએ કહ્યું કે, 1-1 ઈંચ જગ્યા અમે ખાલી કરાવીશું.
રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી મોટું નિવેદન આપતા કહ્યું કે, અમે એ જગ્યાએ કાર્યવાહી કરી છે, જ્યાંથી અલકાયદાના સહયોગી અને 4 બાંગ્લાદેશી પકડાયા છે. તેમણે ઉમેર્યું કે, ઘૂસણખોરો પકાડાયા તે વિસ્તારમાં ડિમોલિશન કરાયું છે. આ સાથે તેમણે કહ્યું કે, જ્યાં સૌથી વધુ ડ્રગ્સ કાર્ટલ પકડાયું, ત્યાં ડિમોલિશન કરાયું છે. હર્ષ સંઘવી ભારપૂર્વક જણાવ્યું હતું કે, 1-1 ઈંચ જગ્યા અમે ખાલી કરાવીશું. આ સાથે તેમણે ઉમેર્યું કે, માનવતાને ધ્યાને રાખીને કામ કરવામાં આવશે. મહત્વનું છે કે, ડિમોલિશનની કામગીરી કરાતા સવા લાખ ચો.મીટર જગ્યા ખાલી થઈ છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
