<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

મુંબઇમાં સાહિત્‍યિક કાર્યક્રમ

ફાર્બસ ગુજરાતી સભા, વ્‍યાપન પ્રકલ્‍પ દ્વારા ભવન્‍સ કલ્‍ચરલ સેન્‍ટર અંધેરીના સહયોગથી આયોજન

રાજકોટ, તા.૩૦: નરસિંહ અને અખો, નવલરામ અને ગો.મા.ત્રિ, આનંદશંકર અને બ.ક.ઠા.,મહાદેવ દેસાઈ અને સ્‍વામી આનંદના સાન્નિધ્‍યમાં ઉછરેલી ગાંધીગિરાને શોભે તેવો એક મનહર, મનભર કાર્યક્રમ મે ૨, ૩ ને ૪, ૨૦૨૫ - ના રોજ કનૈયાલાલ મુનશી સ્‍થાપિત ભારતીય વિદ્યાભવનના અંધેરીના પરિસરમાં મુંબઈ ખાતે યોજાશે.

સમકાલીન ભારતીય સાહિત્‍ય, ચિત્રકલા અને ફિલ્‍મ-સર્જકતાના આચમન, આસ્‍વાદ, વિમર્શના આ કાર્યક્રમનું આયોજન ફાર્બસ ગુજરાતી સભા, વ્‍યાપન પ્રકલ્‍પ દ્વારા ભવન્‍સ કલ્‍ચરલ સેન્‍ટર અંધેરીના સહયોગથી કરવામાં આવ્‍યું છે. સંસ્‍કળતિ મીમાંસક કવિ, નાટયકાર, વિવેચક સિતાંશુ યશચંદ્ર (ફાર્બસ ગુજરાતી સભા, વ્‍યાપન પ્રકલ્‍પના આયોજક) અને મંત્રી સેજલ શાહ જણાવે છે કે આ નિમિત્તે વિશ્વસાહિત્‍યના આજીવન ભાવક અને ફાર્બસ ગુજરાતી સભાના પૂર્વ પ્રમુખ, સંસ્‍કળતિ સંવર્ધક બળવંતભાઈની સ્‍મળતિમાં યોજાતી બળવંત પારેખ સ્‍મળતિ વ્‍યાખ્‍યાનમાળાラનું બીજું વાર્ષિક વ્‍યાખ્‍યાન વિખ્‍યાત સર્જક -ચિંતક અશોક વાજપેયી આપશે.

નવી કેડી કંડારનાર બળકટ ફિલ્‍મ દિગ્‍દર્શક શ્રી કેતન મહેતા અને પોતાની અનન્‍ય સર્જકતા વડે ભારતીય ચિત્રકલામાં નવું અને ચિરસ્‍મરણીય પરિમાણ રચનાર કલાકાર અતુલ ડોડિયા તેમજ ગુજરાતી ભાષાના શક્‍તિમંત સર્જકો અને વિવેચકો આ ઉત્‍સવમાં ભાગ લેશે. ત્રણે દિવસના આરંભે મેઘકંઠિલા સંગીતકાર ઉદય મઝુમદાર ઉત્તમોત્તમ ગુજરાતી કાવ્‍યો પ્રસ્‍તુત કરશે. પૂર્વસંધ્‍યા બેઠકમાં ભાવનગર, કચ્‍છ અને નડિયાદના વિદ્યાર્થીઓ વિવિધ પ્રસ્‍તુતિ કરશે. આ કાર્યક્રમ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે કાવ્‍ય, વાર્તા અને ગ્રંથાવલોકનની સ્‍પર્ધાનું આયોજન થયેલું. તે સ્‍પર્ધાના નિર્ણાયકો તેના વિશે ચર્ચા કરી નિર્ણય જાહેર કરશે

(3:35 PM IST)