<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

રાજ્યમાં હવે પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થશે,મોટા ભાગના વિસ્તારોમાં આંધી-વંટોળ સાથે વરસાદ થશે : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી

આ વર્ષે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા અને ભરઉનાળે ચોમાસાનો અનુભવ થશે : ભારે વંટોળ અને આંધીને કારણે બાગાયતી પાકોને નુકસાન થશે

અમદાવાદ તા.૩૦

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો બપોરે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં હવે પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થશે. મોટા ભાગના વિસ્તારોમાં આંધી-વંટોળ સાથે વરસાદ થશે.

હવે ધીરે ધીરે પ્રિમોનસૂન એક્ટિવિટી શરૂ થઈ શકે છે. આ વર્ષે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ભરઉનાળે ચોમાસાનો અનુભવ થઈ શકે છે. જે અંતર્ગત કચ્છ અને મધ્ય ગુજરાત ભારે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સાથે સમગ્ર ગુજરાતમાં ભારે પવન અનં આંધી-વંટોળ સાથે વરસાદ થશે. ભારે વંટોળ અને આંધીને કારણે બાગાયતી પાકોને નુકસાન થઈ શકે છે.

(4:15 PM IST)