News of Wednesday, 30th April 2025
લલ્લા બિહારી ઉર્ફે મહમૂદ પઠાણ ચંડોળા તળાવનો કાલિન ભૈયા જેવો હતો :વિશાળ સામ્રાજ્ય અને પોતાની સેના ખડી કરી હતી
પોતાની સાથે 100-200 માણસો રાખતો હતો. સંપુર્ણ રાજાશાહી ઠાઠમાઠ સાથે નિકળતો બાંગ્લાદેશથી કોઇ મુસ્લિમ જો ચંડોળા તળાવ આવે તો લલ્લા બિહારી પાસે જવું પડતું: લલ્લા બિહારી તેને રોજગારીથી માંડીને મકાન સુધી બધુ જ પુરૂ પાડતો

અમદાવાદ : લલ્લા બિહારી ઉર્ફે મહમૂદ પઠાણ ચંડોળા તળાવનો કાલિન ભૈયા હતો. દેશનાં કોઇ પણ ખુણેથી અથવા તો બાંગ્લાદેશથી કોઇ મુસ્લિમ જો ચંડોળા તળાવ આવે તો તેણે લલ્લા બિહારી પાસે જવું પડતું હતું. લલ્લા બિહારી તેને રોજગારીથી માંડીને મકાન સુધી બધુ જ પુરૂ પાડતો હતો. જો તે બાંગ્લાદેશી હોય તો તેને નકલી ડોક્યુમેન્ટ અને પોલીસ પ્રોટેક્શન પણ આપતો હતો. લલ્લા બિહારીએ ચંડોળા તળાવને પોતાનું સામ્રાજ્ય બનાવ્યું હતું. અહીં તેણે અસંખ્ય મકાનો બનાવીને તેને ભાડે ચડાવ્યા હતા. ઉપરાંત ચંડોળામાં પોતાનું આલિશાન ફાર્મ હાઉસ પણ બનાવ્યું હતું.
જો કે હવે સરકારી તંત્ર જ્યારે સફાળું જાગ્યું ત્યારે લલ્લા બિહારી ઘણો મોટો થઇ ચુક્યો હતો. સ્થાનિક રાજકારણ અને પોલીસની સાથે મિલીભગનતા કારણે તેણે પોતાનું વિશાળ સામ્રાજ્ય ખડું કરી દીધું હતું. હવે તપાસમાં તેના અંગે અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. અમદાવાદના ચંડોળામાં લલ્લા બિહારીએ પોતાની વિશાળ વસાહત બનાવી લીધી હતી. સરકારી જમીન પર બનાવેલી બિનકાયદેસર વસાહતને તે વેચાણથી પણ આપતો હતો અને ભાડે પણ આપતો હતો. લલ્લા બિહારીના ઘરે તપાસમાં 40 જેટલા ભાડા કરારની મળી કોપી મળી આવી છે. આસપાસની જગ્યાનો ગેરકાયદે કબજો મેળવી ભાડા વસૂલીનો લલ્લા બિહારી ધંધો કરતો હતો. ઝૂંપડાવાસીઓ પાસેથી 1 હજાર, 1500 અને 5 હજાર સુધીનું ભાડું કહો કે પ્રોટેક્શન મની તે વસુલતો હતો
આ ઉપરાંત તમે માત્ર મકાન લઇ લો તે પુરતું નથી તમારે તમારું વાહન મુકવું હોય તો પણ લલ્લા બિહારીને પાર્કિંગના પૈસા આપવા પડતા હતા. લલ્લા બિહારી હાલ ફરાર છે. જ્યારે તેનો દિકરો ફતેહ મોહમ્મદની પોલીસે ધરપકડ કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીના નેટવર્ક અંગે તપાસ પણ ચાલુ કરી દીધી છે. તેનાં રાજ્યના વિવિધ મુસ્લિમ સંગઠનો ઉપરાંત બાંગ્લાદેશમાં પણ મોટા કનેક્શન હોવાની શક્યત છે. આ ઉપરાંત તે માત્ર આ મકાનના ભાડા ખાવા પુરતો જ સીમિત નહી હોઇને ગાંઝો, દારૂ અને ડ્રગ્સ ઉપરાંત બિનકાયદેસર હથિયારો જેવા ધંધાઓમાં પણ સંડોવાયેલો હોવાની શક્યતા છે. હાલ તો સમગ્ર મામલે ક્રાઇમબ્રાંચ તપાસ ચલાવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, સ્થાનિકોમાં લલ્લા બિહારીનો દબદબો હતો. તે પોતાની સાથે 100-200 માણસો રાખતો હતો. તે સંપુર્ણ રાજાશાહી ઠાઠમાઠ સાથે નિકળતો હતો. તેણે તે વિસ્તારમાં પોતાની આર્મી બનાવેલી હતી. જે વિસ્તારમં બનતી દરેક ઘટનાની માહિતી તેના સુધી પહોંચાડતી હતી.
(7:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
