News of Wednesday, 30th April 2025
સ્ટેટ મોનિટરીંગ સેલે અમદાવાદમાં રિક્ષામાં શિવરંજનીથી IIM ખાતે ડ્રગ્સ વેચવા જનારા બે આરોપીને ઝડપી લીધા
મતીન ઉર્ફે બાલુ શેખ અને શાહનવાઝ ઉર્ફે અંડાની ધરપકડ: ડ્રગ્સ, રોકડ, રિક્ષા સહિત 6.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

અમદાવાદ : સ્ટેટ મોનિટરીંગ સેલે અમદાવાદમાંથી રિક્ષામાં એમડી ડ્રગ્સ વેચવા જતા શખ્સને ઝડપી પાડ્યો છે. શિવરંજનીથી આઈઆઈએમ ખાતે ડ્રગ્સ વેચવા જનાર એબ શખ્શો પકડાયા છે એસએમસી એ રિક્ષામાં હેરાફેરી થતો ડ્રગ્સ નો જથ્થો ઝડપી પાડ્યો હતો અને મતીન ઉર્ફે બાલુ શેખ અને શાહનવાઝ ઉર્ફે અંડાની ધરપકડ કરવામાં આવી છે.
મળતી વિગત મુજબ શિવરંજનીથી આઈઆઈએમ ખાતે ડ્રગ્સ વેચવા જતો હતો. બંને પાસેથી પાંચ લાખથી વધુની કિંમતનો 55 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે. ડ્રગ્સ, રોકડ, રિક્ષા સહિત 6.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ડ્રગ્સનો જથ્થો અજમલ અને બાદશાહ ખાન પાસેથી ખરીદી કર્યા હોવાનું સામે આવ્યું છે.
(8:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
