News of Wednesday, 30th April 2025
કાંકરિયામાં બાલવાટિકાની ટિકિટોના ભાવમાં વધારો ઝીંકાયો : મનપાએ ટિકિટના દરમાં કર્યો વધાર્યો
બાલવાટિકાામાં 22 એક્ટિવિટીની મજા મુલાકાતીઓ માણી શકશે. જેમાં એન્ટ્રી ટિકિટમાં 6 એક્ટિવિટી ફ્રી માણવા મળશે.

અમદાવાદ :AMCએ નવી બનાવેલી બાલવાટિકાનો ટિકિટ દરમાં વધાર્યો કર્યો હતો. જેમાં કાંકરિયામાં આવેલ બાલવાટિકાની ટિકિટોના ભાવમાં વધારો ઝીંકાયો છે. જેમાં જૂની બાલવાટિકાની ત્રણની ટિકિટ સામે 50 રુપિયાની ટિકિટ કરવામાં આવી હતી. જોકે 50 રૂપિયાની ટિકિટમાં 6 એકિટવિટી ફ્રીમાં માણી શકાશે.
પહેલા આ જૂની બાલવાટિકાની ટિકિટ માત્ર 3 રૂપિયા હતી. ત્યારબાદ તેમાં રિનોવેશન બાદ નવી એક્ટિવિટીને કારણે ટિકિટ દર વધારાયો હોવાનું એએમસીના રીક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદીએ જણાવ્યું છે. તેઓના વધુમાં જણાવ્યા મુજબ રિક્રિએશનના કારણે બાલવાટિકાામાં 22 એક્ટિવિટીની મજા મુલાકાતીઓ માણી શકશે. જેમાં એન્ટ્રી ટિકિટમાં 6 એક્ટિવિટી ફ્રી માણવા મળશે. આ એક્ટિવિટીમાં કોઇન હાઉસ, કાચ ઘર, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન, ગ્લોવ સ્ટેશનમાં એન્ટ્રી ફ્રી અપાશે. જોકે અન્ય એક્ટિવિટીના રૂપિયા મુલાકાતીઓએ ચૂકવવા પડશે.
આ તમામ એક્ટિવીટીમાં 60 રૂપિયાથી લઈને 450 સુધીનો ચાર્જ નક્કી કરાયો છે. અને સ્નો પાર્કની એન્ટ્રી ફી 450 રૂપિયા નક્કી કરવામાં આવી છે. ત્યારે ઉલ્લેખનિય છે કે શાળાઓ પૂર્ણ થવાના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ટૂંક સમયમાં કાંકરિયા ખાતે મુલાકાતીઓની ભીડમાં વધારો થનાર છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
