<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

નર્મદા જિલ્લાના ૧૧૦ મહેસુલી કર્મચારીઓ પડતર માંગણીઓ મુદ્દે માસ સીએલ પર ઉતરતા કામગીરી ઠપ્પ

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લા સહીત રાજ્યના મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નો અને માંગણીઓનો હકારાત્મક નિકાલ કરવા નર્મદા જિલ્લાના 110 નાયબ મામલતદારો અને મહેસુલી કર્મકારીઓ  એક દિવસની માસ સી.એલ પર ઉતરતા જિલ્લાની વહીવટી કામગીરી ઠપ્પ થઇ ગઈ હતી.લોકોને કચેરીઓના ધક્કા ખાવા પડ્યા હતા.

   નર્મદા જિલ્લા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ મેહુલ વસાવાએ જણાવ્યું હતું કે  ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મંડળની સૂચના મુજબ નર્મદા જિલ્લા મહેસુલી કર્મચારી મંડળે પણ મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નો અને માંગણીઓનો હકારાત્મક નિકાલ કરવા સરકાર જરૂરી નિર્ણય કરે એ માટે જિલ્લા કલેક્ટર અને તમામ તાલુકા કક્ષાએ મામલતદાર ને આવેદન પત્ર આપી સરકાર સુધી અમારી માંગણીઓ પહોંચાડી હતી. અને  ગુજરાત રાજ્ય મહેસુલી કર્મચારી મહામંડળની તાકીદની કારોબારી બેઠક ગીર સોમનાથ ખાતે મળેલ હતી. જેમાં મહેસૂલી કર્મચારીને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી તેનું નિવારણ લાવવા માટે સરકાર સમક્ષ માગણી મુકવા માં આવી છે જેમાં ખાસ કરીને સીનિયોરીટી યાદી ડીમ્ડ ડેટના લાભ સાથે પ્રસિદ્ધ કરાવી,  જિલ્લા ફેર બદલીની જેટલી રજૂઆતો, તમામ ક્લાર્ક પ્રમોશન, LRQ અને HRQ ની પરીક્ષાનું  આયોજન કરવામાં આવે., અનુસૂચિત જનજાતિનાં કારકુન રોસ્ટર મુજબ બઢતીથી ભરવા, કર્મચારીઓની જિલ્લા ફેરબદલી, સહિતના અનેક મુદ્દાઓ છે. જેને લઈને આજે માસ સી.એલ પર નર્મદા ના 56 મામલતદારો, 24મહેસુલી કારકુન, 30 મહેસુલી તલાટી, મળી 110 જેટલા મહેસુલી કર્મચારીઓ માસ સીએલ પાર ઉતાર્યા છે.


 


 

(11:07 PM IST)