તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 30th April 2025
ગુજરાત સ્ટેટ જુનિયર કેડર કરાટે ચેમ્પિયનશિપ 2025 માં ઝીલ પાટીલ વિજેતા બની

(ભરત શાહ દ્વારા ) નર્મદા : આનંદ યુગ પુરુષ સ્વામી વિવેકાનંદ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે તારીખ 28, 29/ 04/2025 ના રોજ કરાટે ડુ ફેડરેશન ગુજરાત સ્ટેટ જુનિયર સબ જુનિયર કરાટે સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ગુજરાતના દરેક જિલ્લાના વિજેતાઓ એ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં વડોદરા શહેર કરાટે સ્પર્ધામાં વિજેતા ઓક્ઝિલયમ કોન્વેન્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી ઝીલ કલ્પેશ પાટીલ ઉમર 15 નાઓએ અંડર 17 કેટેગરીમાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ વિજેતા બની , આમ ઝીલ પાટીલે મેડલ જીતી પોતાના પાટીલ પરિવાર તથા ઓક્ઝિલયમ કોન્વેન્ટ હાઈસ્કૂલ ને સન્માન અપાવેલ છે ઝીલ પાટીલ કરાટે ની તાલીમ પ્રતીક તથા અનુપ સર પાસે લે છે. ઝીલ પાટીલ કરાટેમાં બ્લેક બેલ્ટ ની ડીગ્રી પ્રાપ્ત કરેલ છે, કરાટેમાં તેને રાષ્ટ્રીય તથા રાજ્ય તથા જિલ્લા લેવલે 17 થી વધુ મેડલ પ્રાપ્ત કરેલ છે. તેના પિતા પોલીસ ખાતામાં ફરજ બજાવે છે
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
