News of Wednesday, 30th April 2025
આંબાવાડી નાઇટમાં રોકાયેલી અંકલેશ્વર ડેપોની એસટી બસ પર પથ્થર મારી કાચ તોડતાં નુકશાન

(ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના આંબાવાડી ગામમાં રાત્રિ રોકાણમાં ઉભેલી એસટી બસ પર પથ્થર મારી આગળનો કાચ તોડનાર વિરુદ્ધ બસ ચાલકે ફરિયાદ નોંધાવી છે
મળતી માહિતી અનુસાર અંકલેશ્વર એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા વિજયકુમાર પ્રભાતસીહ ચૌહાણ (રહે.કૈલાસપુરા, પોસ્ટ.માકવા તા.મહેમદાવાદ જી.ખેડા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના કબ્જાની સરકારી બસ નંબર.GJ-18-Z-6837ની લઇને અંકલેશ્વર આંબાવાડી રુટ ઉપર હતા અને રોજિંદા ક્રમ મુજબ તેઓ નાઇટ હોલ્ડમાં આંબાવાડી ગામમાં રોકાયેલ હતા તે વખતે વહેલી સવારના આશરે પાંચેક વાગ્યાના સમયે કોઇ અજાણ્યા મો.સા. ચાલકે પથ્થર મારી આગળ નો મુખ્ય ગ્લાસ તોડી નુકશાન કરી નાશી જઇ ગુનો કરતા દેડિયાપાડા પોલીસે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
