તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th April 2025
ચિચડીયા ગામે યુવાનને ઘરમાં બોલાવી ગુપ્તાંગમાં માર મારી, રૂ.૫૬૦૦૦ નો ફોન તોડી નુકશાન કરતા ફરિયાદ

(ભરત શાહ દ્વારા ) નર્મદા : નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના ચીચડીયા ગામમાં કોઈક કારણોસર એક યુવાનેને માર મારી ઇજાઓ કરતા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે
મળતી માહિતી અનુસાર સચિનભાઈ ગોરધનભાઈ ભીલ (ઉ.વ.આ.૨૩)( રહે. ચીચડીયા નિશાળ ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ તેમના ઘર ની પાછળ રહેતા જીગ્નેશભાઇ બંસીભાઇ ભીલ ના એ તેમને
ફોન કરી પોતાના ઘરે બોલાવી બહારથી દરવાજો ખોલી ફરીને ધક્કો મારી ઘરમાં ધકેલી કાંઇ કહ્યા વગર હાથ વડે માર મારવા લાગેલ તે વખતે બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા અર્જુનભાઇ ધોળાભાઇ ભીલ અને કેતનભાઇ અર્જુનભાઇ ભીલ પણ આ ઘરમાં જઇ હાથ વડે માર મારેલ અને ઘરની દિવાલ સાથે અથાડી અથાડી મારતા હાથ માં સોજો આવ્યા બાદ તેઓ વધુ મારમાંથી બચવા ભાગવા જતા ત્યારે નિતેશભાઇ બંસીભાઇ ભીલ ત્યાં આવી ગંદી ગાળો આપી લાત મારી તેમના ગુપ્તાંગમાં જોરથી એક લાત મારી દીધેલ જેથી સોજો આવી ગયેલ છે. અને પેટના ભાગે પણ લાતો વડે માર મારતો હતો તે વખતે તેમના ખીસ્સામાંથી ફોન કાઢી લીધેલ જે ફોન ઝપાઝપી વખતે નીચે પડી ગયો અને ફોન તોડી નાંખેલ જે ફોનની કિં.રૂ.૫૬,૦૦૦/- જેટલાની છે.ત્યારબાદ તેઓ ઘરમાંથી બહાર નીકળતા હતા તે વખતે બંસીભાઇ ધોળાભાઇ ભીલ તેમના ઘરના આગળના દરવાજે ઉભા રહેલ જેણે સચિન ભાઈને મા-બેન સમાળી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી અને તેમના ફોનની કિં.રૂ.૫૬,૦૦૦/- જેટલાનું નુકશાન કરી. ગુપ્તાંગના ભાગે તથા કમરના ભાગે ઇજા પહોંચાડી એક બીજાની મદગારી કરી ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે
(11:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
