<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

નર્મદા નદીના બ્રિજ પર બેઠેલા SOU ના ઈ. કાર ચાલાક યતીસ તડવીનો પગ લપસી જતા નદી માં ખાબક્યો

સલામતી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ બાદ સ્થાનિક તરવૈયા અને ફાયર ફાઇટરો દ્વારા શોધખોળ શરૂ

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા ગરુડેશ્વર તાલુકાના વસંતપુરા ગામના રહીશ યતિશ નરેદ્ર તડવી નર્મદા નદીના નવા બ્રીજ ઉપર બેઠા હોય ત્યાંથી અચાનક પગ લપસી જતા પાણી માં પડ્યા બાદ શોધખોળ બાદ પણ ક્યાંયે ભાળ નહી મળતા તપાસ ચાલુ છે.
    મળતી માહિતી અનુસાર ભાવેશ નરેન્દ્રભાઈ તડવી (રહે.વસંતપુરા નિશાળ ફળીયા તા.ગરુડેશ્વર જી.નર્મદા) નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ તેમના ભાઈ યતીશભાઈ નરેન્દ્રભાઈ તડવી નાઓ તા. ૨૯/૦૪/૨૦૨૫ના બાપોરના અરસામા ગોરા નવા બ્રિજ ખાતે બ્રિજની પાળ ઉપર બેઠેલ હતા દરમિયાન પગ લપસી જતા નર્મદા નદીના પાણીમા પડી ગયેલ હોય તેના સ્થાનીક તરવૈયા તથા ફાયર બ્રિગેડ દ્વારા પાણી માં ઘણી શોધખોળ કરતા હજુ સુધી મળી આવ્યા નથી. હાલ Sou સલામતી પોસ્ટે માં આ બાબતે જાણવાજોગ નોંધ કરી શોધખોળ ચાલુ રખાઈ છે.
જાણવા મળ્યા મુજબ પાણીમાં પડેલા લાપતા યતિશ નરેન્દ્ર તડવી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઈ-કાર ના ચાલાક તરીકે ફરજ બજાવે છે. કેવડિયા ખાતે ફરજ બજાવી બપોરે તેના ભાઈ ભાવેશ નરેદ્ર તડવી ને બોલાવી કેવડિયા એકતાનગરથી બાઈક પર બંને ભાઈઓ વસંતપુરા પોતાના ઘરે જતા હતા. વચ્ચે નર્મદા નદીનો નવો બ્રીજ આવતા બાઈક પાછળ બઠેલા યતિશ તડવી એ મને ઉલ્ટી થાય છે તેમ કહી બાઈક ઉભી રાખી અને બ્રીજ ની પ્રોટેકશન વોલ પાસે ઉલ્ટી કરવા લાગ્યો હતો, તેની સાથેના તેના ભાઈ ભાવેશ કંઈક કરે તે પહેલા જ યતિશ બ્રિજ પરથી પાણી પડી જતા હાલ સલામતી પોલીસ સ્ટેશન ના પોલીસ જવાનો સ્થાનિક તરવૈયાઓ તેમજ  SOU ના ફાયર ફાઇટરો નદીમાં અને આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ કરી રહ્યા છે. યતિશ તડવી એ નદીમાં ભૂસકો માર્યો કે આકસ્મિક પડ્યો એ જાણી શકાયું નથી. હાલ પોલીસે જાણવાજોગ નોંધ લઈ યતિષ ને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે

(11:15 PM IST)