<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

નર્મદા જિલ્લામાં અખાત્રીજના દિવસે ધરતીપુત્રો પૂંજન કરી વાવણીની શરૂઆતમાં જોતરાયા

જીતગઢ ગામના ડેપ્યુટી સરપંચ રતનભાઈએ તેમના ખેતરે પૂજા કરી વાવણીની શરૂઆત કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: અક્ષય તૃતીયાનો તહેવાર 30 એપ્રિલને બુધવાર વૈશાખ સુદ 3 ને દિવસે ઉજવવામાં આવ્યો. અક્ષય તૃતીયાના દિવસે કોઈપણ શુભ કાર્ય સિદ્ધ થઈ શકે તેવી માન્યતાઓ છે. આ દિવસે નારાયણ -લક્ષ્મીની પૂજા અને નવી વસ્તુઓ ખરીદવા માટે પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી નર્મદા જિલ્લમાં ઠેર ઠેર અખાત્રીજ ની ઉજવણી કરવામાં આવી ખાસ કરી ગામડાઓમાં જેમાં જીતગઢ ગામ ખાતે વર્ષો થી ખેતી કરતા ખેડૂતોમાં આ દિવસે પૂજા કરી ધરતીપુત્ર તરીકે ધરતી માંતાનું પૂજન કરી આ દિવસથી વાવણીની પણ શરૂઆત કરે છે જેમાં જીતગઢ ગામના ડેપ્યુટી સરપંચ રતનભાઈ એ તેમના ખેતરે પૂજા કરી હતી અને આ પવિત્ર ગણાતા તહેવાર ને ખેડૂતોને આગળ સારા પાક અને સારા વરસાદ ની પ્રાર્થના તમામ નર્મદા જિલ્લાનાં ખેડૂત મિત્રોની સારી ખેતી થાય એવી શુભેચ્છા સંદેશ આપ્યો હતો.


 

(11:17 PM IST)