News of Wednesday, 30th April 2025
સંસ્કારી નગરી ફરી થયું શર્મસાર : વડોદરામાં કાર અને બાઇક સવાર વચ્ચે મારામારી :મહિલાએ લાકડી વડે કર્યો હુમલો કર્યો
બાઇકચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી: કારચાલકના પરિવારે બાઇકચાલક પર છેડતીનો આરોપ લગાવ્યો: છેડતીના તમામ આરોપો નકારી આધેડે કહ્યું, તમામ આરોપો ખોટા, મને મારી પત્નીને માર માર્યો છે

વડોદરા : સંસ્કારી નગરી ગણાતું વડોદરા ફરી એકવાર શર્મસાર થયું છે. વડોદરામાં કાર અને બાઇક સવાર વચ્ચે મારામારી થઇ હતી. નજીવી વાતે ઉગ્ર ઝઘડો થયો હતો. કારચાલક પરિવાર લગાવ્યો છેડતીનો આરોપ. બાઇકચાલકે તમામ આરોપો નકારી કાઢ્યા હતા. મહિલાએ લાકડી વડે કર્યો હુમલો કર્યો હતો. બાઇકચાલક ઇજાગ્રસ્ત થયા હતા.
મળતી માહિતી અનુસાર વડોદરાના અમિતનગર સર્કલ પાસે જાહેરમાં મારામારી થઇ હતી. કાર અને બાઇકચાલક વચ્ચે નજીવી વાતે ઉગ્ર ઝઘડો થયો હતો. કારચાલક અને તેના પરિવારે બાઇકચાલક સાથે મારામારી કરી હતી. મહિલાએ લાકડી વડે બાઇકચાલક પર હુમલો કર્યો હતો. બાઇકચાલકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. મારામારીને પગલે સ્થળ પર ટ્રાફિકજામ થયો હતો. કારચાલકના પરિવારે બાઇકચાલક પર છેડતીનો આરોપ લગાવ્યો હતો. બાઇકચાલકે છેડતીના તમામ આરોપો નકારી કાઢ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
અત્રે ઉલ્લેખનીય છે કે, કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત બાદ થઈ મારામારી થઇ હતી. ત્યાર બાદ મહિલાએ છેડતીના આક્ષેપો કર્યા હતા. મહિલાએ આધેડના માથામાં લાકડીનો ફટકો મારતા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો. કાર ચાલક અને તેના પરિવારની ગુંડાગર્દી સામે આવી હતી. ઘટનાના પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. મહિલા અને પરિવારે આધેડ પર યુવતીની છેડતીનો આક્ષેપ લગાવ્યો હતો. જો કે આધેડે કહ્યું, તમામ આરોપો ખોટા, મને મારી પત્નીને માર માર્યો છે
(11:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
