<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th April 2025

કાલુપુર રેલવે સ્ટેશન સામે રોડ કાલથી ચાર મહિના માટે બંધ રહેશે : જાણો વાહનો માટે વૈકલ્પિક માર્ગ

રેલવે સ્ટેશનની સામેના રોડ ઉપર આવેલ પીલ્લર નં. P24 TO P27 ના વચ્ચેનો આશરે ૪૦ મીટર જેટલો રોડ બંધ રહેશે

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કાલુપુર રેલવે સ્ટેશનને તોડી તે જગ્યા ઉપર નવુ અદ્યત્તન રેલવે સ્ટેશન અને સંલગ્ન બ્રીજ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહેલ છે.  આ કામકાજ અંતર્ગત રેલ્વે સ્ટેશનની સામેના રોડ ઉપર બનાવવામાં આવેલ પીલ્લર નં. P24 TO P27 ના વચ્ચેના ભાગે એલીવેટેડ રોડના નિર્માણ માટે ગર્ડર લોન્ચીંગ તથા અન્ય કામગીરી ક્રેઈન તથા અન્ય મશીનરી સાથે કરવામાં આવનાર છે. આ કામગીરી તા.૦૧/૦૫/૨૦૨૫થી તા.૩૧/૦૮/૨૦૨૫ સુધી ૩ મહિના સુધી ૨૪.૦૦ કલાકના સમયગાળા દરમિયાન કરવામાં આવનાર છે.

રેલવે સ્ટેશનની સામેના રોડ ઉપર આવેલ પીલ્લર નં. P24 TO P27 ના વચ્ચેનો આશરે ૪૦ મીટર જેટલો રોડ બંધ રહેશે

સાળંગપુર સર્કલ તરફથી આવતો વાહન વ્યવહાર સીધે સીધા રેવડી બજાર થઈ બી.બી.સી. માર્કેટ થઈ રીડ હોટલ તરફથી વણાંક લઈ કાલુપુર ઈનગેટ તરફ તેમજ કાલુપુર સર્કલ તરફ જઈ શકશે. તેમજ કાલુપુર સર્કલ તરફથી આવતો વાહન વ્યવહાર કે જે કાલુપુર રેલ્વે સ્ટેશનની સામે આવેલ એક તરફનો રોડ ચાલું છે તે માર્ગ થઈ સાળંગપુર તરફ જઈ શકશે.

(11:53 PM IST)