તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
લલ્લા બિહારીનો પુત્ર 5 દિવસના રિમાન્ડ પર :બે દાયકાના ખુલશે કાળા ચિઠ્ઠા ? : 43 ભાડાં કરાર અને 60 ભાડાં પહોંચ કબજે કરાઈ
છેલ્લા 20 વર્ષથી સરકારી જમીન ઉપર દબાણો કરી મકાનો, દુકાનો અને ગોડાઉનો ભાડે આપનાર પિતા-પુત્રએ કેટલી કમાણી કરી અને તેનું રોકાણ ક્યાં કરાયું તેમજ આ પૈસા ક્યાં મોકલાયા તે દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે.

અમદાવાદ : પહલગામ આતંકી હુમલા પછી ગૃહરાજ્યમંત્રીના આદેશ બાદ અમદાવાદ પોલીસ દ્વારા ઓપરેશન ક્લિન સિટી શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમદાવાદના ચંડોળામાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ પછી તેમના ગેરકાયદે બાંધકામો અને દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નાના ચંડોળા તળાવના વિસ્તારમાં મીની બાંગ્લાદેશ વસાવનાર લલ્લા પઠાણ ભાગી છૂટ્યો છે. પણ, તેના પુત્ર ફતેહમોહંમદ મહેમુદ ઉર્ફે લલ્લા લાલમોહંમદ પઠાણ (ઉ.વ.39)ને પકડી પાડી ક્રાઈમ બ્રાન્ચે પાંચ દિવસના રિમાન્ડ ઉપર મેળવ્યો છે.
મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચે કુલ 43 ભાડાં કરાર અને 60 ભાડાં પહોંચ કબજે કરી છે. આ સાથે વીજજોડાણ મેળવવા તેમજ ઘુસણખોર બાંગ્લાદેશીઓના નામના આધાર કાર્ડ સહિતના સરકારી ડોક્યુમેન્ટસ મળી આવતાં સરકારી કર્મચારીઓની સંડોવણીની દિશામાં તપાસ શરૂ કરાઈ છે. છેલ્લા 20 વર્ષથી સરકારી જમીન ઉપર દબાણો કરી મકાનો, દુકાનો અને ગોડાઉનો ભાડે આપનાર પિતા-પુત્રએ કેટલી કમાણી કરી અને તેનું રોકાણ ક્યાં કરવામાં આવ્યું તેમજ આ પૈસા ક્યાં મોકલાયા તે દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે.
આરોપી ફતેહમોહંમદ અને તેના પિતા લલ્લા પઠાણે મિલ્લતનગર, બોમ્બે હોટલ દાણીલીમડા અને જુહાપુરા ખાતે પણ સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરી વેચાણ આપ્યાની હકીકત અંગે તપાસ કરવાની છે.
માલિકીની જગ્યા ન હોવા છતાં ગેરકાયદે મકાન, દુકાન, ગોડાઉન બનાવી તેના ભાડા કરારમાં લાઈટ બીલની નકલો મુકી હતી. વીજજોડાણ કઈ રીતે મેળવાયા? મકાન-દુકાનના કુલ ૪૩ ભાડા કરાર મળી આવ્યાં છે તે તમામ ભાડૂઆતોની આરોપી ફતેહમોહંમદ પઠાણની હાજરીમાં પૂછપરછ જરૂરી છે.
આરોપી ફતેહમોહંમદ અને તેના પિતા લાલમોહંમદ પઠાણ ઉર્ફે લલ્લાએ બાંગ્લાદેશી ઘુસણખોર નાગરિકોને મકાન ભાડેથી આપ્યા તેના ભાડા કરાર બનાવવા માટે આધારકાર્ડ, પાનકાર્ડનો ઉપયોગ થયો છે તે બનાવવા કોઈ એજન્ટનો સંપર્ક કર્યો હોવા અંગે તપાસ ,આરોપી ફતેહમોહંમદના પિતા લલ્લા પઠાણે નાના ચંડોળા તળાવમાં પુરાણ કરી દબાણ કરી ગેરકાયદેસર રીતે છાપરા, મકાન, દુકાન, ગોડાઉન, પાર્ટી પ્લોટ અને વાહન પાર્કિંગ બનાવી કોની પાસેથી કેટલી ડીપોઝીટ અને ભાડુ વસુલી કેટલી આવક મેળવી તેની તપાસ,આરોપી પિતા-પુત્રએ કેટલા સમયથી આજદિન સુધી કેટલું ભાડુ મેળવ્યું?
કેટલી આવક મેળવી અને તેનું રોકાણ કઈ જગ્યાએ કર્યું છે અને કેચલી મિલકત વસાવી છે તેની તપાસ.ગેરકાયદે બાંધકામ કરી વીજમીટર મેળવાયા તેમાં બીજા કોઈ સરકારી ખાતાના અધિકારી, કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની તપાસ,ભાડુઆત બાંગ્લાદેશી નાગરિકોમાંથી કોઈ વ્યક્તિની દેશવિરોધી પ્રવૃત્તિમાં સંડોવણી છે?
આરોપીના પિતા લલ્લા પઠાણ અને તેના કારીગરો એહમદ શેખ, રહેનાબીબી અફઝલખાન પઠાણ, કુસનુબાનુ મોહંમદ અજમલ શાહને પકડવાના બાકી છે. તેમના રહેઠાણ અને સંતાવાની જગ્યા અંગે આરોપી ફતેહમોહંમદની પૂછપરછ કરવા રિમાન્ડ જરૂરી છે.ગેરકાયદે ૪૩ મકાન, દુકાન, ગોડાઉન ઉપરાંતના બીજા ભાડા કરાર અને બીજા ડોક્યુમેન્ટસ કોઈ જગ્યાએ છૂપાવીને રખાયા છે? આરોપી પિતા-પુત્રના બેન્ક ખાતાંઓ અને મોબાઈલ ફોન અંગેની વિગતો મેળવવાની છે.
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
