<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ગુજરાતના 65મા સ્થાપના દિવસે ગુજરાત ગૌરવ દિવસની ગોધરામાં ભવ્ય ઉજવણી

છબનપુરના વિશાળ મેદાનમાં મુખ્યપ્રધાન દ્વારા પંચમહાલ જિલ્લામાં રૂ. 800 કરોડથી વધુના વિકાસના કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે

અમદાવાદ :  ગુજરાતના 65મા સ્થાપના દિવસે ગુજરાત ગૌરવ દિવસની ગોધરામાં ભવ્ય ઉજવણી થઇ રહી છે. રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસના કાર્યો હાથ ધરાશે.

 છબનપુરના વિશાળ મેદાનમાં મુખ્યપ્રધાન દ્વારા પંચમહાલ જિલ્લામાં રૂ. 800 કરોડથી વધુના વિકાસના કાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગુજરાત પોલીસ દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ થશે. સાંજે બામરોલી રોડ ખાતે રાજ્યપાલ અને મુખ્યપ્રધાન ગુજરાત પોલીસના પરેડનું નિરીક્ષણ કરશે, ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

(12:21 PM IST)