<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

અમદાવાદ રેલવે સ્ટેશનેથી 5 ઘુષણખોર બાંગ્લાદેશીઓ ઝડપાયા

રેલવે પોલીસે કરી તમામની અટકાયત : ગૃહરાજ્યમંત્રીએ આપી માહિતી

અમદાવાદ : અમદાવાદ રેલવે સ્ટેશન પરથી 5 બાંગ્લાદેશી ઘુષણખોર ઝડપાયા છે રેલવે પોલીસે તમામની અટકાયત કરી હોવાનું ગૃહરાજ્યમંત્રીએ સોશ્યલ મીડિયા પર માહિતી આપી છે

કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ દ્વારા ઘુષણખોરી કરનાર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. ગઇ  મોડી રાત્રીના 2.15 વાગ્યાના અરસામાં અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર આવતા તેમાં ચેકિંગ દરમિયાન પાંચ જેટલા બાંગ્લાદેશી મળી આવ્યા હતા. જેમાં પતિ-પત્ની તેમના બે બાળક અને અન્ય એક શખ્સનો સમાવેશ થાય છે. 

(1:11 PM IST)