News of Thursday, 1st May 2025
ધોળકાની નગરપાલિકામાં ભાજપના 12 કાઉન્સિલરોએ એકસાથે આપ્યા રાજીનામા : પ્રમુખે 5000 રૂપિયાના ખર્ચની મર્યાદા સામે 15 લાખથી વધારેનો ખર્ચ એક વર્ષમાં કર્યો હોવાનો કાઉન્સીલરો દ્વારા દાવો
મારી પાસે રાજીનામાના ડોક્યુમેન્ટ કે કાઉન્સિલરો દ્રારા રાજીનામાં આપવા આવ્યા નથી : ધોળકા નગરપાલિકાના જવાબદાર અધિકારી ચીફ ઓફિસરનુ નિવેદન

અમદાવાદ તા.૧ : અમદાવાદ જિલ્લાના ધોળકા નગર પાલિકામાં રાજકીય હડકંપ સર્જાયો છે. જેમાં એકસાથે 12 કાઉન્સિલરોએ રાજીનામાં આપતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ જિલ્લાના ધોળકા નગરપાલિકાના અખાત્રીજના પર્વે મોટો નિર્ણય લીધો છે. ભાજપના 12 કાઉન્સિલરો એકસાથે રાજીનામાં ધરી દીધા છે. શાશક પક્ષ ભાજપાના 12 કાઉન્સિલરોએ રાજીનામા આપ્યાની વિગતો સામે આવી છે. 12 જેટલા ભાજપના કાઉન્સિલરોએ નગરપાલિકામાં આવેલ રજિસ્ટર વિભાગમાં રાજીનામાં સોંપ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એક કાઉન્સિલરે પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું છે. કાઉન્સિલરોના રાજીનામા ભાજપના આગેવાનો સક્રિય થઈ ગયા છે. ગુપ્ત સ્થળે ભાજપના આગેવાનો અને હોદ્દેદારોની બેઠકનો દૌર શરુ થઈ ગયો છે.
સૂત્રો અનુસાર, ધોળકા નગર પાલિકાના પ્રમુખે સત્તા મર્યાદાની બહાર જઈ ખર્ચ કર્યો હતો. 5000 રૂપિયાના ખર્ચની મર્યાદા સામે 15 લાખથી વધારેનો ખર્ચ એક વર્ષમાં કર્યો હોવાનો કાઉન્સીલરો દ્વારા દાવો કરાયો છે. જે અંગે બેઠકમાં કોંગ્રેસના કાઉન્સીલરે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે ધોળકા નગરપાલિકાના જવાબદાર અધિકારી ચીફ ઓફિસરને પૂછતા તેમને જણાવ્યું હતું કે, આ બાબતે મારી પાસે રાજીનામાના ડોક્યુમેન્ટ કે કાઉન્સિલરો દ્રારા રાજીનામાં આપવા આવ્યા નથી.
આમ, ધોળકામાં આખો મુદ્દો ટોકિંગ પોઈન્ટ બન્યો છે. તો બીજી તરફ, કોંગ્રેસના કાઉન્સીલરના વાંધાને ભાજપના કાઉન્સીલરોનું આડકતરુ સમર્થન હોઈ એમ 11 કાઉન્સીલરોએ રાજીનામા ધર્યા છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
