News of Thursday, 1st May 2025
જૂના વાહનોના લેણાં માફ: સરકારની 'વન ટાઈમ વેવર' યોજના અમલમાં
8 વર્ષથી જૂના વાહનોને સ્ક્રેપ કરાવવા પર ટેક્સ, પેનલ્ટી અને વ્યાજની તમામ રકમ માફ : પર્યાવરણને બચાવવા અને નવા વાહનો ખરીદવા પ્રોત્સાહન

ગાંધીનગર: રાજ્ય સરકારે પર્યાવરણને થતા નુકસાનને અટકાવવા અને લોકોને વધુ ઇંધણ કાર્યક્ષમ વાહનો ખરીદવા પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકી છે. સરકાર માન્ય રજિસ્ટર્ડ વ્હિકલ સ્ક્રેપિંગ ફેસિલિટી (RVSF) સેન્ટરમાં સ્ક્રેપ થતા 8 વર્ષથી જૂના વાહનો માટે 'વન ટાઈમ વેવર' - લેણું માફી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના 1 મે, 2025થી 30 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે.
આ યોજના અંતર્ગત માલવાહક, બસ, મેક્સી કેબ, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ જેવા 8 વર્ષથી જૂના વાહનોને સરકાર માન્ય RVSF સેન્ટરમાં સ્ક્રેપ કરાવવા પર, વાહન માલિકોને ભરપાઈ કરવાનો બાકી ટેક્સ, પેનલ્ટી, વ્યાજ અને ચલણની તમામ રકમ માફ કરવામાં આવશે. વાહન વ્યવહાર કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં જણાવ્યા અનુસાર, આ યોજના વાહન પ્રદૂષણને નિયંત્રિત કરવામાં અને લોકોને પર્યાવરણની દૃષ્ટિએ વધુ લાભદાયી નવા વાહનો ખરીદવા માટે પ્રેરણા આપશે. વાહન માલિકો આ યોજનાનો લાભ લઈને તેમના જૂના વાહનને સરકાર માન્ય RVSF ખાતે સ્ક્રેપ કરાવીને નિયત બાકી લેણું માફ કરાવી શકે છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
