News of Thursday, 1st May 2025
રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ (મણમાં) જંબુસર યાર્ડમા 680 રૂપિયા બોલાયો: જાણો ક્યાં યાર્ડમાં ટૂકડા ઘઉંનો શું રહ્યો ભાવ
ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 3,827.04 ટન ઘઉંની આવક થઇ : કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ઘઉંની આવક

અમદાવાદ : આજે ગુજરાતની વિવિધ માર્કેટ યાર્ડમાં કુલ 3,827.04 ટન ઘઉંની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં લોકવન ઘઉંનો સૌથી ઉંચો ભાવ(મણમાં) જંબુસર માર્કેટ યાર્ડમા 680 રૂપિયા બોલાયો હતો. જંબુસર યાર્ડમાં નીચો ભાવ 600 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય સમીમાં 635 રુ., હારીજમાં 600 રૂ., માણસામાં 591 રૂ., રાધનપુરમાં 590 રૂપિયા સુધી ઉંચો ભાવ બોલાયો હતો. જ્યારે ગોંડલમાં ટૂકડા ઘઉંનો સૌથી ઉંચો ભાવ 656 રૂ. અને નીચો ભાવ 411 રૂપિયા બોલાયો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 3,827.04 ટન ઘઉંની આવક થઇ છે.



(8:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
