<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ સુરત માર્કેટ યાર્ડમા 400 રૂપિયા બોલાયો : જાણો 19 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 11,140.95 ટન ડુંગળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન ડુંગળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 19 માર્કેટ યાર્ડમાં કુલ 11,140.95 ટન ડુંગળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઉંચો ભાવ સુરત માર્કેટ યાર્ડમા 400 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં ડુંગળીનો ઉંચો ભાવ 245 રૂ. અને નીચો ભાવ 50 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ખંભાતમાં 360 રુ., બીલીમોરામાં 320 રૂ., અમદાવાદમાં 300 રૂ., અંકલેશ્વરમાં 260 રૂ., ગોંડલમાં 191 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 11,140.95 ટન ડુંગળીની આવક થઇ છે.

(8:08 PM IST)