તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st May 2025
વિરમગામ તાલુકામાં જાહેર નોટિસ બોર્ડ પર ગરમીથી બચવાના ઉપાયો લખી જનજાગૃતિ કરવામાં આવી
આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા નોટિસ બોર્ડ પર ગરમીથી બચવાના ઉપાયો લખવામાં આવ્યા

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સામાન્ય રીતે એવી માન્યતા છે કે ગામના જાહેર નોટિસ બોર્ડ પર લખવામાં આવતી સૂચના તરફ ગામના લોકો વિશેષ ધ્યાન આપતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ગરમી અંગે જનજાગૃતિ કરવા માટે ગામના જાહેર નોટિસ બોર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમાર અને જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ચિંતન દેસાઈના માર્ગદર્શન હેઠળ વિરમગામ તાલુકાના વિવિધ ગામમાં આવેલા જાહેર નોટીસ બોર્ડ પર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ગરમીથી બચવાના ઉપાયો લખી જનજાગૃતિ કરવામાં આવી છે.
વિરમગામ તાલુકાના જાહેર નોટિસ બોર્ડ પર લખવામાં આવ્યું છે કે, લુ અને ગરમીથી બચવા આટલુ કરો. (1) વધુ ગરમીમાં બિનજરૂરી બહાર જવું નહી. (2) વધુ પ્રમાણમાં પ્રવાહીનો ઉપયોગ કરવો જેવા કે લીબુ શેરડીનો રસ, તાજા ફળોનો રસ પાણી, ઓ.આર.એસ શરબત, વગેરે. (3) લાંબો સમય સુધી તડકામાં ઊભા રહેવું નહી. (4) આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા.(5) આંખો પર ગોગલ્સ પહેરવા, માથા પર ટોપી પહેરવી (6) ભીના કપડાંથી માથું ઢાંકી રાખવું. (7) નાનાં બાળકો, સગર્ભા સ્ત્રી, વૃદ્ધોએ ગરમીમાં બહાર નીકળવું નહી. લાંબો સમય ભૂખ્યા રહેવું નહીં. (8) ખુલ્લા પગે તડકામાં ચાલવું નહી. (9) માથાનો દુખાવો, બેચેની, ઊલટી-ઉબકા, તાવ વગેરે જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરાવી સલાહ અને સારવાર લેવી.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
