<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

ભારતીય સંસ્કૃતિની દુલ્હન જ્વેલરીને વૈશ્વિક ઓળખ અપાવતી નિધિ શાહ વોરા (ARNI Fashion)

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : દક્ષિણ અમેરીકાના શાંટીઆગો ખાતે Runway 7 આયોજીત Chile Fashion Show માં ભારતીય પરંપરાગત સંસ્કૃતિ ની ભાતીગળ ડીઝાઇન આધારીત દુલ્હન આભુષણો (bridal Jewellery) ને ભારતીય મોડલ્સ ધ્વારા નોર્થ કેરોલીના (શાર્લોટ શહેર) સ્થિત અમદાવાદની ફેશન ડીઝાઇનર નિધિ શાહ વોરા એ ‘ARNI Fashion Design’ ના માધ્યમથી રજૂ કરી વધુ પ્રગતિનું સ્થાન સિદ્ધકરેલ છે જે ભારતીય મૂળના નિવાસીઓ તથા આભુષણપ્રેમી વિદેશીઓમાં પ્રશંસિત પામેલ છે.
નિધિ શાહ એ પોતાની કાબેલીયત તથા આગવી સુઝબુજ થી મિલાન(Italy), પેરીસ (ફ્રાંસ) તથા ન્યુયોર્કના સફળ ફેશન શૉ માં ગુજરાતી તથા ભારતીય પોશાક તથા દુલ્હન જ્વેલરીને વૈશ્વિક વિરાસત તરીકે જાણીતું કરી વિદેશી ફેશન મેગેઝીનમાં સ્થાન પ્રાપ્ત કરી ‘Chile Santiago’ફેશન શો પણ પૂર્ણ કરેલ છે.
‘ARNI Fashion’ આગામી કેન્સ ફેસ્ટીવલ (ફ્રાન્સ) મે-૨૦૨૫, ન્યુયોર્ક ફેશન શો- સપ્ટેમ્બર-૨૦૨૫ તથા અમીરાત ફેશન વીક (દુબઇ)-નવેમ્બર-૨૦૨૫ માં ભારતીય પરંપરાની વધુ એક ઓળખ આપવા જઇ રહેલ છે.


 

(9:52 PM IST)