<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st May 2025

અમદાવાદની એકા ક્લબનો વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો : ક્લબના સસ્પેન્ડેડ મેમ્બર્સે કોર્ટમાં અરજી દાખલ કરી

સરકારે આપેલી જમીનનો કલબે દુરુપયોગ કર્યાનો આ મેમ્બર્સે આરોપ લગાવ્યો :જમીનનો ક્લબ દ્વારા કોમર્શિયલ ઉપયોગ : સરકારની લીઝની શરતોનો ક્લબ દ્વારા ભંગ થયાનો પણ અરજીમાં ઉલ્લેખ

અમદાવાદની એકા ક્લબનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. એકા ક્લબ સામે ક્લબના સસ્પેન્ડેડ મેમ્બર્સે કોર્ટમાં અરજી દાખલ કરી છે. સરકારે આપેલી જમીનનો કલબે દુરુપયોગ કર્યાનો આ મેમ્બર્સે આરોપ લગાવ્યો છે. આ જમીનનો ક્લબ દ્વારા કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. અરજદારોએ સરકારની લીઝની શરતોનો ક્લબ દ્વારા ભંગ થયાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે.

રાજ્ય સરકારે 2011માં એકા ક્લબને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ માટે જમીન આપી હતી. વર્ષ 2011 માં સરકારે ટ્રાન્સ્ટેડીયાને એશિયા લેવલના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માટે ટેન્ડર વિના 35 વર્ષ લિઝ પર જમીન આપી હતી. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની સાથે 3 થી 4 વર્ષ સ્પોર્ટ્સ એક્ટિવિટી પણ ચાલી જે બાદ ક્લબ બનાવી દેવામાં આવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

અરજદારે દાખલ કરેલી અરજીમાં ઉલ્લેખ કર્યો હતો કે, સરકારે આપેલી જમીનનો એકા ક્લબ દ્વારા કોમર્શિયલ ઉપયોગ કરવામાં આવ્યો છે. સરકારી જમીન પર સ્પોર્ટ્સ એક્ટિવિટીના બદલે કોમર્શિયલ ઉપયોગ કર્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સરકારે લિઝ પર આપેલ શરતોનો ભંગ થયો હોવાનું પણ અરજદારે અરજીમાં કહ્યું છે. હાઈકોર્ટમાં આ વિવાદ પહોંચતા હવે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

 


 

(11:21 PM IST)