News of Thursday, 1st May 2025
અમદાવાદના ચંડોળામાંથી હાંકી કાઢવામાં આવેલા 30 બાંગ્લાદેશીઓ વડોદરાના પાદરામાંથી ઝડપાયા
બાંગ્લાદેશીઓમાં 6 પુરુષ, 9 મહિલા અને 15 બાળકોનો સમાવેશ: અમદાવાદના પીરાણા ખાતે રહેતા લોકોએ આરોપ લગાવ્યો કે, ચંડોળામાંથી કાઢવામાં આવેલા લોકો પીરાણાના ગણેશનગરમાં એકત્રિત થયાં

જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા બાદ ચંડોળામાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. ચંડોળામાં રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને હાંકી કાઢવામાં આવ્યા હતાં. આજે ત્રણ દિવસની કામગીરી દરમિયાન અમદાવાદના પીરાણા ખાતે રહેતા લોકોએ આરોપ લગાવ્યો હતો કે, ચંડોળામાંથી કાઢવામાં આવેલા લોકો પીરાણાના ગણેશનગરમાં એકત્રિત થયાં છે. હવે વધુ એક ઘટના સામે આવી છે કે, ચંડોળામાંથી ભાગી ગયેલા લોકો વડોદરામાંથી ઝડપાયા છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદના ચંડોળામાંથી કાઢવામાં આવેલા બાંગ્લાદેશીઓ વડોદરામાંથી પકડાયા છે. વડોદરાના પાદરામાંથી 30 બાંગ્લાદેશીઓ મળી આવ્યા છે. આ ઘૂસણખોરો વડોદરાના પાદરાના ભોજ ગામે પહોંચી જતાં પોલીસે તેમને ઝડપી લીધા હતાં. આ બાંગ્લાદેશીઓમાં 6 પુરુષ, 9 મહિલા અને 15 બાળકોનો સમાવેશ થાય છે. તેમની સામે વડુ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના ચંડોળામાં ડિમોલિશન હાથ ધરાયા બાદ ત્યાં રહેતા બાંગ્લાદેશીઓ રાજ્યની અલગ અલગ જગ્યાએ પહોંચી ગયા હતાં. હવે ધીમે ધીમે તે પકડાઈ રહ્યાં છે. આજે અમદાવાદના પીરાણા ખાતેના ગણેશનગરમાં રહેતા લોકોએ આરોપ લગાવ્યો હતો કે, ચંડોળાથી કાઢવામાં આવેલા લોકો અહીં એકત્રિત થયાં છે. રાતના સમયે રિક્ષા અને ટેમ્પો ભરીને લોકો અહીં આવી રહ્યાં છે. તેમના કારણે અમારુ પાણી બંધ થઈ ગયું છે.
(11:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
